Western Times News

Gujarati News

હિમાંશુ સોની ઝી ટીવીના “ક્યુંકી- સાસ મા બહુ બેટી હોતી હૈં”ના કાસ્ટમાં જોડાયો

“ક્યુંકી- સાસ મા બહુ બેટી હોતી હૈં” શોમાં કબીરની મુખ્ય ભૂમિકા કરતો જોવા મળશે

જ્યારે મને આ શો ઓફર થયો હતો તો હું તેના કોન્સેપ્ટ અને વાર્તાથી ખૂબ જ ઉત્સાહિત થયો અને તુરંત જ હા કહી દીધી: હિમાંશુ સોની

ઝી ટીવીએ તાજેતરમાં જ એક વિચાર-ઉત્પ્રેરક નવો કાલ્પનિક શો- ‘ક્યુંકી… સાસ મા, બહુ બેટી હોતી હૈં’ રજૂ કર્યો છે, આ શો ગુરૌદેવ ભલ્લા સ્રીન્સ એલએલપી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યો છે. Himanshu Sony joins the cast of Zee TV’s Kyunki- Saas Ma Bahu Beti Hoti Hain

આ વાર્તા દર્શકોને ગુજરાતમાં લઈ જાય છે, જ્યા એક વાઇબ્રન્ટ નવરાત્રીની ઉજવણી થઈ રહી છે, પણ સુરતના રાજગૌર પરિવારમાં તોફાન મચી ગયું છે, જ્યાં સૌથી નાની વહુ હેતલ એક વહુ હેતલ પરિવારની સંપતિમાં હિસ્સો માંગે છે

અને તેના પતિની સાથે અલગ થવા ઇચ્છે છે. આ અનઅપેક્ષિત ઘટનાથી પરિવારની સૌથી મોટી વહુ અને પરિવારની સર્વેસર્વા અંબિકા તૂટી જાય છે,

કેમકે તેની સૌથી પહેલી પ્રાથમિક્તા પરિવારને જોડીને રાખવાની છે. ‘સાસુ ક્યારેય મા કે વહુ ક્યારે દિકરી નથી બની શકતી’ પુત્રવધુની આ માન્યતાને ખોટી સાબિત કરવા માટે, અંબિકા એક અલજ પ્રકારનો નિર્ણય લે છે,

જેમાં તેના ઘરના દરવાજે એક અનાથ બાળકી કેસરને કોઈ મૂકીને ગયું હોય તેને એક દિકરી તરીકે નહીં પણ વહુ તરીકે ઉછેરે છે, જેથી તે ભવિષ્યમાં તેના પરિવારને એક જૂટ રાખી શકે.

અનુભવી અભિનેત્રી માનસી જોશી રોય અને આશાસ્પદ નવિકા કોટિયા જેવી આકર્ષક કાસ્ટ છે, જેઓ પ3થમ સપ્તાહમાં જ દર્શકોની સાથે જોડાઈ ગયા છે, હવે વાર્તામાં રજૂ થયા છે,

હિમાશું સોની- કબીરના પાત્રમાં, જે શોમાં કેસરના મિત્રનું પાત્ર કરતો જોવા મળી રહ્યો છે. કબીરએ અત્યંત મોહક વ્યક્તિત્વ ધરાવે છે, જે વાર્તા કહેવાની પ્રતિભા ધરાવે છે.

અમુક સમયે તે આવેગજન્ય છે તો ક્યારેક થોડો દેખાવ પણ કરે છે. પોતાની જાતને સપોર્ટ કરવા માટે તે નાની-નાની નોકરી પણ કરે છે. કબીરએ એક હોશિયાર વ્યક્તિ છે, જે સૌથી મુશ્કેલ સમસ્યાઓનો સામનો પણ કંઈક નવીન રીતે ઉકેલે છે. તે મજબૂતપણે માને છે કે, તકોનો લાભ લેવો જ જોઈએ.

તેના પાત્ર વિશે જણાવતા, હિમાંશુ કહે છે, “ક્યુંકી… સાસ મા બહુ બેટી હોતી હૈં જેવા અદ્દભુત શો સાથે ઝી ટીવી પર પરત ફરતા હું ખૂબ જ ખુશ છું. જ્યારે મને આ શો ઓફર થયો હતો તો હું તેના કોન્સેપ્ટ અને વાર્તાથી ખૂબ જ ઉત્સાહિત થયો અને તુરંત જ હા કહી દીધી. કબીરનું પાત્રએ મેં પહેલા કરેલા પાત્ર કરતા થોડું અલગ છે, તેમાં ઘણો સ્વેગ અને જાદુ છે.

તે કોઈપણ પરિસ્થિતિમાં ફસાય તેવો નથી, કેમકે કોઈપણ મુશ્કેલીનો ઝડપી અને અલગ જ ઉકેલ તે શોધી લે છે. માનસી મે’મ અને નવિકાની સાથે કામ કરવાની મજા જ કંઈક અલગ છે, કેમકે તે બંને ખૂબ જ પ્રતિભાશાળી અભિનેત્રી છે. દર્શકો કબીરને કેવો પ્રતિભાવ આપશે તે જોવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. આશા રાખું છું કે, મારા પહેલાના પાત્રોને મળેલા પ્રેમ અને સહયોગ જેટલો જ પ્રેમ તેઓ મારા પર વરસાવશે.”

હિમાંશુ તેના આ નવા પ્રવાસ માટે તૈયાર છે, ત્યારે હવે દર્શકો માટે એ જોવું રસપ્રદ રહેશે કે, કબીર હવે કેસરના જીવનમાં શું નવું લાવશે. આગળ શું થશે જાણવા માટે જૂઓ, ક્યુંકી… સાસ મા બહુ બેટી હોતી હૈ, દરરોજ સાંજે 6.30 વાગે ફક્ત ઝી ટીવી પર!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.