હિંમતનગર પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના કાર્યાલયનો શુભારંભ કરાયો
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, સાબરકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી હિંમતનગર દ્વારા ઉતરાયણ પ્રસંગે પતંગની દોરીથી ઈજા પામતા પક્ષીઓ માટેના કલેક્શન સેન્ટર તથા પક્ષીઓના માળા અને માળા કૂન્ડાના વિતરણ કેમ્પનું ઉદઘાટન માં એસ.પી. શ્રી વિશાલ વાઘેલાના હસ્તે તથા ડી સી એફ શ્રી હર્ષ ઠક્કર ની હાજરીમાં કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે સંસ્થાના ઉપપ્રમુખ કાંતિલાલ શાહ, સેક્રેટરી ડૉ.આર.એસ. પટેલ, ડૉ.ગોવિદભાઈ પટેલ, ડૉ.એન.ડી. નાખવાના, ડૉ. બંકિમભાઈ તથા સર્વાનંદ ભટ્ટ તથા પી.આઈ શ્રી વાઘેલા સાહેબ વિગેરે હાજર રહ્યા હતા. મહાનુભાવો એ આ પ્રસંગે ઓપરેશન થિયેટર તથા પક્ષીઓ માટેના સેન્ટર રૂમની પણ મુલાકાત લીધી હતી. તથા જિલ્લા ના પશુપાલન વડાના શ્રી જે.બી. પટેલ ના માર્ગદર્શન હેઠળ તમામ સરકારી પશુ દવાખાના ખાતે સારવારનું આયોજન કરેલ છે.