Western Times News

Gujarati News

જિલ્લાની ૨૫૧ અતિ જોખમી સગર્ભા માતાઓની નિઃશુલ્ક પ્રસુતિ કરાઈ

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ખાતે સાબરકાંઠા જિલ્લાની ૨૫૧ અતિ જોખમી સગર્ભા માતાઓની નિઃશુલ્ક સલામત પ્રસુતિ કરાવી એક સરાહનીય કામગીરી કરવામાં આવી છે. સ્ત્રી જ્યારે સગર્ભા માતા બને છે તે અવસ્થામાં સમગ્ર પરિવાર તેની કાળજી લેતો હોય છે.

સગર્ભાવસ્થા માટે કહેવાય છે કે તે દરેક સ્ત્રી માટે નવો જન્મ હોય છે. કોઈપણ સગર્ભાવસ્થા સમયે સલામત પ્રસુતિ સાથે સ્વસ્થ બાળકનો જન્મ થવો ખૂબ જરૂરી છે.
સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરાના માર્ગદર્શન હેઠળ દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર અને તેમની ટીમ દ્વારા સગર્ભાવસ્થા દરમિયાન જો કોઈ તકલીફ આવે જેવી કે લોહી ઓછું થવું,

લોહીના ઊંચા દબાણ ની બીમારી, યોગ્ય વજન ન વધવું, સગર્ભા માતાને હૃદય, કિડની,સિકલસેલ, કે ટીબી જેવી કોઈ ગંભીર બીમારી હોય તો આવા જુદા જુદા ૧૨ નિયત ક્રાઈટેરિયામાં જે સગર્ભા માતા આવતી હોય તો તેને હિંમતનગર ખાતેની જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજ ખાતે વેરી હાઇરિસ્ક મધર યોજનાની જાણ કરી પ્રસુતિ કરાવવા સહમત કરાવવામાં આવે છે .

આ યોજનાનો મુખ્ય આશય માતામરણ પ્રમાણ ઘટાડવાની સાથે સાથે નવજાત શિશુના આરોગ્ય પ્રત્યે પણ વધારે ધ્યાન આપી બાળ મૃત્યુદરમાં પણ ધટાડો લાવી શકાય છે. જેમાં આ યોજના અંતર્ગત જે માતા રાજ્યની મેડિકલ કોલેજ ખાતે પ્રસુતિની સેવાઓ મેળવે અને ત્યારબાદ સાત દિવસ સુધી દાખલ રહેતો તે માતાને મફત પ્રસુતિની સેવાઓ સહિત ૧૫૦૦૦ રૂપિયાની સહાય પણ આપવામાં આવે છે.

સાબરકાંઠા જિલ્લામાં એપ્રિલ ૨૦૨૪ થી આજ દિન સુધીમાં હિંમતનગર જીએમઆરએસ મેડિકલ કોલેજ ખાતે ૨૫૧ અતિ જોખમી સગર્ભામાતાઓની સલામત પ્રસુતિ કરાવવામાં આવી છે. જે સેવાઓની ફળશ્રિતિ એ છે કે આ સગર્ભામાતાઓને મૃત્યુના જોખમથી બચાવી લેવામાં આવી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.