Western Times News

Gujarati News

હિંમતનગરમાં નડતરરૂપ 10 દબાણોનો સફાયો કરાતા લોકોમાં હાશકારો

પ્રતિકાત્મક

હિંમતનગર, હિંમનગર નગરપાલિકા દ્વારા તાજેતરમાં મહાવીરનગરમાંથી પસાર થતા જેથી મોલથી ગાયત્રી મંદિર સુધીના ટીપી રોડનું કામ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યું છે ત્યારે પ્રથમ તબકકે નગરપાલિકા દ્વારા ગટર લાઈન અને પાણીની તથા ગેસ લાઈન રોડમાં નડતરરૂપ ન બને તે માટે નકશાને આધારે ખોદકામ કરાઈ રહ્યું છે.

દરમ્યાન જેપી મોલથી ગાયત્રી મંદિર સુધીના ટીપી રોડને ૧ર ફૂટ પહોળો કરવા માટે નડતરરૂપ ૧ર દબાણોને જેસીબીની મદદથી દુર કરીને રસ્તો ખુલ્લો કરાયો છે.
આ અંગે નગરપાલિકાના પ્રમુખ વિમલ ઉપાધ્યાય તથા ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી સહિત વિભાગના વડાઓના જણાવાયા મુજબ જેપી મોલથી ગાયત્રી મંદિર સુધીનો ટીપી રોડ બનાવવા માટે નગરપાલિકાએ ટેન્ડરીંગ કરીને નિયમ મુજબ ઈજારદારને કામ અપાયું હતું. જે અંતર્ગત ઈજારદાર દ્વારા કામગીરી શરૂ કરાઈ હતી.

દરમ્યાન છેલ્લા કેટલાક દિવસથી મહાકાલી મંદિર જતા રોડ પર ગટર લાઈનના વિસ્તૃતિકરણનું કામ ચાલુ હોવાને કારણે અવર જવર માટે રોડનું કામ બંધ કરી દેવાયું હતું. જેને લઈને વાહન ચાલકોને મહાવીરનગર આવવા માટે અન્ય વિકલ્પનો સહારો લેવો પડી રહ્યો છે.

તો બીજી તરફ જેથી મોલથી ગાયત્રી મંદિર સુધીના રોડનું વિસ્તૃતિકરણ કરવા માટે સરકારની વિવિધ યોજનાઓમાંથી ગ્રાન્ટ નગરપાલિકાને મળી છે ત્યારે આ રોડને ટીપી રોડ તરીકે વિકસાવવાની કામગીરી શરૂ કરાઈ છે.

આ રોડ અંદાજે ૧ર મીટરનો એટલે કે ૩૬ ફૂટ પહોળો બનવાનો છે. જેથી રોડ પૈકીના દબાણો દુર કરવા માટે સોમવારે કામગીરી કરાઈ હતી. જેના ભાગરૂપે નગરપાલિકાના સંસાધનો તથા શ્રમિકો અને અધિકારીઓની હાજરીમાં જેસીબીની મદદથી લગભગ ૧૦ દબાણો દુર કરાયા છે.

એટલું જ નહીં પણ આગામી સમયમાં રોડ પૈકીજો કોઈ દબાણ નડતરરૂપ હશે તોતે પણ દુર કરવા માટે નગરપાલિકા કટીબધ્ધ છે જયારે આ ટીપી રોડ તૈયાર થઈ જશે તે પછી લોકોને અવર જવર કરવામાં ખુબ જ સરળતા રહેશે અને આ વિસ્તારનો વિકાસ પણ ઝડપી બની શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.