હિંમતનગરમાં પાટીદાર ૧૪ ગોળ સમાજાેનું વિશાળ સંમેલન યોજાયું

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) શ્રી સી.કે.પટેલ યુ.એસ.એ સમાજવાડી સંકુલમાં સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લા ના ૧૪ ગોળ સમાજાે નો સામાજિક સંગઠન અને સમાજ સુધારણા નું સંમેલન યોજાયું સંમેલનમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા ના પ્રમુખ શ્રી બાબુભાઈ જમનાદાસ પટેલ ધારાસભ્ય શ્રી દસકોઈ તાલુકા તથા શ્રી સી.કે.પટેલ સમાજ વાડીના મુખ્ય
દાતાશ્રી સી.કે.પટેલ પાટીદાર સમાજના અગ્રણી તથા જિલ્લાના ભામાશા સી.કે.પટેલ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ગોળ સમાજના હોદ્દેદારો કારોબારી સભ્યશ્રીઓ ઉમિયા પરિવારના હોદ્દેદાર શ્રીઓ કારોબારી સભ્યો ઉમિયા પરિવાર સંકુલની સંસ્થાઓના નાના-મોટા દાતાશ્રીઓ હિંમતનગર શહેરના અગ્રણીઓ સમાજ શ્રેષ્ઠીઓ વિગેરે વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા.
ઉમિયા માતાજી સંસ્થા દ્વારા નિમાયેલા અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના સંગઠન અને પ્રચાર પ્રસાર ચેરમેન પ્રવીણભાઈ પટેલ અને યુવા સંગઠનોના સભ્યો તથા સાબર ડેરી ચેરમેન શ્રી શામળભાઈ બી પટેલ હાજર રહ્યા હતા સ્ટેજ પરના મહેમાનો તથા બંને જિલ્લામાંથી આવેલા સમાજ સૃષ્ટિઓ અને કાર્યકરો નું શાબ્દિક સ્વાગત સંસ્થાના પૂર્વ મંત્રી શ્રી ડાહ્યાભાઈ પટેલ
દ્વારા સંસ્થાનો પરિચય આપી કરવામાં આવ્યું હતું પ્રવીણભાઈ પટેલ સમાજની પ્રગતિ શિક્ષણ તથા સમૂહ લગ્ન વિશે સુંદર વિચારસરણી રજૂ કરી હતી સમાજના વિકાસ માટે જે તે ગોળ સમાજના પ્રમુખ મંત્રીઓને આગળ આવવા આહવાન કર્યું હતું અને ઉમિયા પરિવારની આજની મીટીંગ ને શુભેચ્છા પાઠવી હતી
પ્રમુખશ્રી ગિરધરભાઈ પટેલે સંમેલનનો હેતુ અને ઉદ્દેશ સમજાવી સંગઠન વિશે વિચારો રજૂ કર્યા હતા. કચ્છ કડવા પાટીદારના અગ્રણીઓ પાટીદાર એકતા માટે અને પાટીદારોમાં તિરાડ ન પડે તે વિશે હંસરાજભાઈ દ્વારા ભારપૂર્વક જણાવ્યું હતું જયંતીભાઈ પાટીદાર સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલ ઉપપ્રમુખ નલીનભાઈ ઊંઝા સંસ્થાના પ્રમુખશ્રી બાબુભાઈ પટેલ
તથા અન્ય મહાનુભાવો એ સમાજના વિકાસ એકતા સંગઠન તથા વિશ્વભરના પાટીદાર સમુદાય વિશે સુંદર વિચારો રજૂ કર્યા હતા. શિક્ષણના મહત્વ વિશે તથા વ્યસનમુક્તિ વિશે અને પાટીદાર વિશે વિચારસરણી રજૂ કરી પૂર્વ કલેકટર શ્રી સી જે પટેલે ચિંતા વ્યક્ત કરી હતી.
શિક્ષણ વિશે જાહેર પરીક્ષા વિશે તથા સંગઠનના વિચારને હિતેન્દ્રભાઈ દ્વારા વટ વૃક્ષ બનાવવાનું જણાવ્યું હતું સમારંભ અધ્યક્ષ શ્રી સી.કે.પટેલ સાહેબે પાટીદારોએ વિશ્વમાં ડંકો વગાડ્યો છે મજબૂત સંગઠન ચિંતન શિબિરો સમાજની સંસ્થાઓની એકતા વિશે ભારપૂર્વક જણાવ્યું હતું.
શ્રી ઉમિયા માતાજીનું સંગઠન સમાજમાં એક જ હોવું જાેઈએ પાટીદાર સમાજની તાકાત તથા પાટીદાર જમીન ધારણ કરનાર અને સૌ સમાજને સાથે લઈને ચાલનાર આપણો પાટીદાર દરેક ક્ષેત્રે સંગઠિત અને ગામડાના નાનામાં નાના પરિવાર સુધી પહોંચી મદદ રૂપ થાય સમાજના વિકાસમાં હર હંમેશ આગળ રહે એવું ભારપૂર્વક જણાવ્યું હતું
રાજકીય આંટીઘૂટીમાં અથવા અંદરો અંદર વિભાજિત થઈ આપમેળે પ્રગતિ કરનાર પાટીદાર સમાજ હોશિયામાં ન ધકેલાઈ જાય તેમ જણાવ્યું હતું… મા ઉમિયા ની કૃપાથી આપણે સૌ એક છીએ નેક છીએ અને સંગઠિત પણ છીએ આ સંગઠનને વધુ મજબૂત બનાવવા ચિંતન શિબિરનું આયોજન કરવાનું પણ જણાવ્યું હતું…
આ સંમેલનમાં સાબરડેરીના પુર્વ ચેરમેન જેઠાભાઈ પટેલ તથા કીસાન મોરચા ના પ્રમુખ શ્રી હિતેશભાઈ પટેલ તથા ઉમિયા પરિવાર ના પુર્વ પ્રમુખ ડૉ ચિમનભાઈ પટેલ તથા બંને જિલ્લામાંથી સામાજિક અને રાજકીય શ્રેષ્ઠીઓ હાજર રહ્યા હતા… છેલ્લે ઉમિયા પરિવારના સભ્ય શ્રી ભાનુભાઈ પટેલ દ્વારા આવેલ મહેમાનો તથા બંને જિલ્લામાંથી આવેલા સામાજિક આગેવાનોનો આભાર માનવામાં આવ્યો હતો