હિંમતનગરનો નાસતો ફરતો આરોપી 6 વર્ષે પુનાથી ઝડપાયો

હિંમતનગર બી ડિવિઝન પો.સ્ટે.નો ચોરીનો છ વર્ષથી નાસતો ફરતો આરોપી પકડાયો
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, જુના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા બનાયેલ પોલીસ ટીમ નંબર ૪ તથા ૫ ના ઇન્ચાર્જ ડી.આર. પઢેરીયા સાહેબનાઓએ ટીમ નંબર ૫ ના ઇન્ચાર્જ કે બી ખાંટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમની ટીમના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન શ્રી કે બી ખાંટ પોલીસ સબ ઇન્સ્પેક્ટરનાઓને ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે હિંમતનગર બી.ડીવીઝન પોલીસ સ્ટેશનનો ચોરીનો આરોપી જે છ વર્ષથી નાસ્તો ફરતો હતો
તે આરોપી શંકરસિંહ જીતેન્દ્રસિંહ જૂની (ચાખલીગર) મૂળ રહે બસ સ્ટેન્ડ સામે ગુરુ નાનક નગર હિંમતનગર હાલ રહે રામટેકરી પુના સીટી મહારાષ્ટ્રવાળો હાલમાં પુના મહારાષ્ટ્ર ખાતે હોવાની વાતમી હકીકત આધારે શ્રી કેબી ખાંટ પીએસઆઇ તથા ટીમના માણસો સાથે બાતમી વાળી જગ્યાએ જઈ તપાસ કરતા સદરી આરોપી મળી આવતા તેની પૂછપરછ કરતા તેમજ ખાતરી કરતા સદર આરોપી ઉપરોક્ત ગુનાનો નાસતો ફરતો હોવાનું જણાઈ આવેલ જેથી
સદરી નાસતા ફરતા આરોપી શંકરસિંગ જીતેન્દ્રસિંગ રહે. સામે ગુરુનાનક નગર હિંમતનગર હાલ રહે રામટેકરી પુનાસિટી મહારાષ્ટ્ર વાળાને અટક કરી આગળની કાર્યવાહી સારું હિંમતનગર બી ડિવિઝન પોલીસને સોંપેલ. ?