સબ જેલના કેદીઓને મળવા આવતા પરિવારજનો માટે બેસવા બાકડા મૂકાયા
(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા હિંમતનગર સબજેલ ખાતે કેદી સુધારણાત્મક કાર્યક્રમના ભાગરૂપે આઝાદીના અમૃત મહોત્સવ મા વિવિધ પ્રકારના કાર્યક્રમો રોટરી ક્લબ અને સંસ્કાર ગુજૅરી ટ્રસ્ટ સાથે સહભાગી બની કરવામાં આવેલ.
આ કાર્યક્રમો દરમ્યાન ચીફ કમિશનર અતુલભાઇ દીક્ષિત ને કેદીઓ દ્વારા માગ કરવામા હતી કે અમને મળવા આવનાર અમારા પરિવારને બેસવાની કોઈ સુવિધા નથી તેથી તેમના પરિવારજનો માટે બેસવાની સુવિધા કરવાના ભાગરૂપે સાબરકાંઠા ભારત સ્કાઉટ સંઘના ચીફ કમિશનર અતુલભાઇ દીક્ષિત અને અરવલ્લી ભારત સ્કાઉટ ગાઈડ સંઘ ચીફ કમિશનર સંગીતાબેન સોની તરફથી સિમેન્ટના આરસ પથ્થર જડિત બેન્ચો મુલાકાત રૂમ આગળ મૂકી સબ જેલને અર્પણ કરવામાં આવી.
સબ જેલના અધિક્ષક શ્રી ચાવડા અને શ્રી દેસાઈ તથા તમામ સ્ટાફ મિત્રોએ બંને જિલ્લાના કમિશનરને અભિનંદન પાઠવ્યા હતા. કેદીભાઈઓ એ અતુલભાઇ દીક્ષિત નો ખૂબ જ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે જિલ્લાઊપપ્રમુખ પ્રશાંતભાઈ વ્યાસ, જીલ્લા ગાઈડ કમિશનર ભારતીબેન, અરવલ્લી જિલ્લા મંત્રી પંકજભાઈ, આસિસ્ટન્ટ ગાઈડ કમિશનર નિપૂર્ણાબેન. સ્કાઉટ કમિશનર નીતિનભાઈ ગુર્જર, ઓર્ગે. બિપિનભાઈ તથા રેંજર લીડર સ્નેહાબેન નીનામા ઉપસ્થિત રહ્યા હતા.