હિંમતનગરમાં બે શખ્સોની ચોરીના વાહનો સાથે અટકાયત

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, નાયબ પોલીસ મહા નિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ સાબરકાંઠા નાઓએ સાબરકાંઠા જિલ્લામાં બનતા ગુનાઓ શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા કરેલ સૂચના આધારે શ્રી એસ એન કરંગીયા પો.ઈન્સ. એલસીબી નાઓએ સતત માર્ગદર્શન અને સૂચના પૂરી પાડેલ જેના ભાગરૂપે એલસીબી સ્ટાફના એસ જે ચાવડા પોસઈ એલસીબી નાઓની રાહબરી હેઠળ આવા ગુનાઓ શોધી કાઢવા
એએસઆઈ વિક્રમસિંહ, એ એસઆઈ કમલેશસિંહ ટે એસ આઈ સચિન, અહેકો અમરતભાઈ, વીરભદ્ર સિંહ, અહેકો ધવલ કુમાર, અહેકો પ્રકાશ કુમાર, આપોકો વિક્રમસિંહ, અપોકો શુક્લજીતસિંહ, આપોકો પ્રવિણસિંહ, આપોકો અનિરુદ્ધસિંહ, ડ્રા.પોકો રમતુજી તથા ડ્રાપોકો નરેન્દ્રસિંહ વિગેરે સ્ટાફના માણસોની ટીમ બનાવેલ.
જે દરમિયાન ઇડર પોલીસ સ્ટેશન તથા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફોરવીલ વાહન ચોરીના ગુના બનેલ હોય
કોઈ અજાણ ચોર ઈસમો સામે મારુતિ કંપનીની સિલ્વર કલરની વેગેનાર કાર નંબર ય્ત્ન- ૦૭-છય્-૩૮૭૨ કિંમત રુ ૪૦,૦૦૦ તથા દ્બટ્ઠિેં જેડે કંપની કાર નંબર ય્ત્ન -૩૧-છ- ૬૫૫૧ કિંમત રૂપિયા ૧,૮૦,૦૦૦ મળી કુલ ૨,૨૦,૦૦ મતાના ફોરવીલ નંગ બેની ચોરી કરી લઈ ગયેલ જે ગુનાઓના કામે સ્થળ વિઝીટ કરી તથા આજુબાજુના વિસ્તારના સીસીટીવી કૂટેજ ચકાસણી કરી ટેકનિકલ સર્વેલંસ કરતા સદરગુન્હાઓમાં ખાનગી બાતમીદારો રોકી
શંકાસપદ ઈસમો ઉપર વોચ રાખી તથા આવા કામે અગાઉ પકડાયેલા આરોપીઓની પ્રવૃત્તિ ઉપર વોચ રાખી તેમજ વાહન ચોરીના ગુનાઓ અટકાવવા તથા શોધી કાઢવા એક્શન પ્લાન્ટ મુજબ સાબરકાંઠા જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉપરોક્ત ટીમના માણસો સરકારી ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન ઈડર હિંમતનગર હાઇવે ઉપર વીરપુર બાયપાસ ત્રણ રસ્તા ઉપર આવતા
એસ જે ચાવડા પોસઈ નાઓને ખાનગી બાતમીદારથી હકીકત મળેલ કે. ઈડર ટાઉન વિસ્તારમાં થી ચોરી થયેલ મારુતિ કંપની સિલ્વર કલરની વેગેનાર કાર નંબર ય્ત્ન- ૦૭-છય્- ૩૮૭૨ તથા ઇકો કાર નંબર ય્ત્ન- ૩૧-છ -૬૫૫૧ ની અલગ અલગ વાહનો હિંમતનગર થઈ અમદાવાદ વેચાણ કરવા જનાર છે જે બાતમી હકીકત આધારે વીરપુર બાયપાસ ત્રણ રસ્તાઓ પર સદર બંને વાહનોની તપાસમાં હતા
તે દરમિયાન એક નંબર વગરની મારુતિ કંપનીની સિલ્વર કલરની વેગેનાર કાર તથા નંબર વગરની મારુતિ સુઝુકી કંપનીની સફેદ કલરની ઇકો એમ બે અલગ અલગ વાહનો લઈ આવતા તેઓને રોકી વાહનોની માલિકી અંગે પુસ્તક કરતો કોઈ સંતોષકારક હકીકત જણાવતા ન હોય તેઓને એલસીબી ઓફિસે લાવી વિશ્વાસ મા લઇ વારાફરતી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં કરતા બંનેએ ભેગા મળી ઇડર શહેરમાંથી
આ બંને વાહનોની ચોરી કરેલા નું તેમજ આ ઉપરાંત શિવરાત્રીના આજુબાજુ ખેડૂતોમાં ખાતે બંને ભેગા મળી એક સેન્ટ્રો ગાડી નંબર ખ્તદ્ઘ -૧૭-ઝ્ર- ૬૧૭૬ ની પણ ચોરી કરેલ હતી જે સેન્ટ્રો ગાડી રાજસ્થાન પાટી બજારમાં ભંગાર વાળાને ૨૫૦૦૦ માં વેચાણ આપી દીધેલું જણાવતાં મળી આવેલ ઇકો તથા વેગનઆરબ ગાડી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ ૧૦૬ મુજબ કબજે કરી
બંને ઇસમોને ભારતીય નાગરિક સુરક્ષા સહિત કલમ ૩૫ (૩)૧ મુજબ આરોપીઓ ભગાભાઈ ભેમાજી જસાજી પ્રજાપતિ મારવાડી ઉ.વ. ૪૨ હાલ રહે ઇડર બારીયા તળાવ તા ઇડર જી સાબરકાંઠા મૂળ રહે કુશાલપુરા રાજસ્થાન તથા વિષ્ણુભાઈ મોતીભાઈ ભેમાજી પ્રજાપતિ મારવાડી રહે ઇડર.મૂળ રાજસ્થાન વાળાને આજરોજ અટક કરી આગળની કાર્યવાહી કરવા સારું હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ હતા.