ધારાસભ્ય વી.ડી.ઝાલાનુ હિંમતનગરના ભોલેશ્વર ગામે ભવ્ય સન્માન કરાયું
સંતો સાથે ધારાસભ્ય વી.ડી. ઝાલાની બગીમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી, સન્માનમાં આખું ગામ ઉમટ્યું ઃ લોક ડાયરો, સંતવાણી અને રામદેવપીર મહારાજનો પાઠ યોજાયો
હિંમતનગર, હિંમતનગરના ભોલેશ્વરમાં સમસ્ત ભોલેશ્વર ખાડિયા વિસ્તાર પરિવાર દ્વારા હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ધારાસભ્યની બગીમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં આખુ ગામ ઉમટી પડયું હતું
તેની સાથે લોકડાયરો સંતવાણી સહિત રામદેવપીર મહારાજનો પાઠ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં જનપ્રિય ધારાસભ્ય વી.ડી.ઝાલા અને સંતોની બગીમાં શોભાયાત્રા, સંતવાણી લોક ડાયરો સહિતના કાર્યક્રમ યોજાયા હતા. સાથે સાથે કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
હિંમતનગરને અડીને અને હાથમતી નદીને કિનારે ભોલેશ્વર દાદાના સાનિધ્યમાં આવેલ ભોલેશ્વર ગામમાં સમસ્ત ખાડિયા વિસ્તાર પરિવાર દ્વારા રામદેવપીર મહારાજનો પાઠ સંતવાણી કાર્યક્રમ સહિત લોક ડાયરો યોજાયો હતો. જેમાં સંત શ્રી ભાનુપ્રસાદ બાપુના વરદ હસ્તે રામદેવપીર મહારાજનો પાઠ યોજાયો હતો જે અગાઉ ધારાસભ્ય્ વી.ડી.ઝાલા અને મહારાજશ્રીની બગીમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
ભોલેશ્વર ખાડીયા વિસ્તારમાં આવેલ અંબે માતાજીના મંદિરના ચોકમં ધારાસભ્ય વી.ડી.ઝાલાની ભલામણથી પેવર બ્લોક લાગવવામાં આવતા આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલાનું મંદિર પરિસરમાં વિશેષ રૂપે સન્માન કરવામાં આવ્યું હતું. સંત શ્રી ભાનુપ્રસાદની શોભાયાત્રા સાથે ધારાસભ્ય વી.ડી.ઝાલાને પણ બગીમાં બેસાડી સન્માન કરાયું હતું.
હિંમતનગરના ધારાસભ્ય તરીકે ભવ્ય જીત મેળવ્યા બાદ ધારાસભ્ય વી.ડી.ઝાલાએ વ્યાપક લોક સંપર્ક દ્વારા સતત લોકોની વચ્ચે રહી તાલુકાનો સર્વાંગી વિકાસ થાય તે રીતના પ્રયાસો હાથ ધર્યા હોઈ તાલુકામાં ભારે લોક ચાહના મેળવીને ધારાસભ્ય વી.ડી.ઝાલા જનપ્રિય અને ધર્મપ્રિય ધારાસભ્ય બની રહ્યા છે
અને સમગ્ર તાલુકામાં જાહેર વિકાસના કામો હાથ ધરાય તે માટે પ્રયાસો હાથ ધરી રહ્યા છે જેને ધ્યાને લઈ તેમ જ ભોલેશ્વરનો પણ વિકાસ થાય તે માટે ધારાસભ્ય સતત સક્રિય રહ્યા હોય તેમનું ભોલેશ્વર ગામમાં વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
રામદેવપીરનો પાઠ સંતવાણી અને લોક ડાયરાના કાર્યક્રમમાં હિંમતનગર તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભરતભાઈ જાદવ, તાલુકા ભાજપ પ્રમુખ હિતેન્દ્ર પટેલ, ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજના પ્રમુખ જે.વી. શ્રીમાળી, ભાજપા સમર્થક મંચના પ્રદેશ પ્રમુખ પ્રશાંત શ્રીમાળી, આ વિસ્તારના વરિષ્ઠ આગેવાન ઝાહિદભાઈ મોમીન, મદિરની સેવા પૂજા કરતા લાલજીભાઈ પરમાર સહિત ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.