Western Times News

Gujarati News

હિમોફિલિયાના દર્દીઓને સર્જરીની સુવિધા દેશમાં એકમાત્ર સુરતમાં સફળ સાબિત થઈ

પ્રતિકાત્મક

સુરત, કોઈ ઘા પડે કે રકતસ્ત્રાવ અટકે નહીં અને સતત લોહી વહ્યા કરે તેવા આનુવાંશિક રોગ હિમોફિલિયાના દર્દીઓમાં કયારેક સર્જરીની જરૂર પડી જાય તો તેના માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ દેશમાં એકમાત્ર સફળ સાબિત થઈ છે. સુરતમાં હિમોફિલિયાના દર્દીઓની માઈનોર અને મેજર સર્જરી માટેની તમામ જરૂરી સુવિધા અને તબીબોના અનુભવના સંયોજને આ પ્રકારના દર્દીની સર્જરીના કેન્દ્ર તરીકે દેશમાં અલગ નોંધ અપાવી છે.

હિમોફિલિયા એક એવો રોગ છે જેમાં ઘા પડયા પછી લોહી સતત વહ્યા જ કરે છે. આ રોગથી પીડિત દર્દીઓમાં રકતસ્ત્રાવ લાંબા સમય સુધી બંધ થતો નથી. આ એક આનુવાંશિક બીમારી છે જેમાં લોહી ગઠાવાની ખૂબ જ ઓછી અથવા કનહીવત હોય છે. કોઈક કિસ્સામાં દર્દીને સર્જરી કરાવવાની નોબત આવે તો તેના માટે વિશેષ સુવિધા અને અનુભવી તબીબોની જરૂર પડે છે.

સુરત નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ ડૉ.કેતન નાયક કહે છે કે હિમોફિલિયાના દર્દીઓને સર્જરીની સ્થિતિ આવે તો તેમાં ફેકટર્સની જરૂરિયાત પડે છે. જો ફેકટર વગર સર્જરી કરાય તો દર્દીને રકતસ્ત્રાવ ચાલુ જ રહે અને તે અટકે નહીં તો પરિણામે દર્દીનો જીવ જોખમમાં મૂકાઈ જાય. દર્દીનો હિમોફિલિયા જે પ્રકારનો હોય તે પ્રકાર મુજબ જરૂરી તમામ ફેકટર્સનો સ્ટોક ઉપલબ્ધ કરાવ્યા પછી જ સર્જરી કરવાની ફરજ પડે છે.

સુરતમાં સિવિલ હોસ્પિટલમાં હિમોફિલિયા કેર સેન્ટર ૧૦ વર્ષથી કાર્યરત છે. એટલું જ નહીં હોસ્પિટલમાં હિમોફિલિયાના દર્દીઓને જીવનરક્ષક એવા જરૂરી ફેકટર હરહંમેશ ઉપલબ્ધ હોય જ છે. બીજું કે ખૂબ લાંબા સમયથી આ સેન્ટર ચાલતું હોવાથી સુરત સિવિલમાં આવેલા તમામ વિભાગો જેમ કે સર્જરી,

ઓર્થોપેથિક, ડેન્ટલ વગેરેના તમામ વિભાગના ડૉક્ટર્સની ટીમને હિમોફિલિયા વિશે ખૂબ સારું જ્ઞાન અને અનુભવ એટલે આ પ્રકારના દર્દીમાં સર્જરીની જરૂર ઊભી થાય તો સુરત સિવિલ હોસ્પિટલ માટે ખાસ સગવડ ઊભી કરવી પડે તેવું નથી રહેતું. ઈન્ફ્રાસ્ટ્રકચર અને એક્સપિરિયન્સ બન્ને હાજર જ હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.