Western Times News

Gujarati News

ડીપનેક બ્લેક લહેંગા ચોલીમાં હિનાએ ફ્લોન્ટ કર્યો ગ્લેમરસ અંદાજ

મુંબઈ, હિના ખાન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારી એક્ટ્રેસમાંથી એક છે. હિના ભલે ફોટોશૂટ કરાવે, રેમ્પ વૉક કરે કે પછી ઉમરાહ કરે તમામ જાણકારી ફોટો અને વીડિયો શેર કરી ફેન્સને અપડેટ કરતી રહે છે. આમ તો હિનાની સુંદરતા અને દિલકશ અંદાજથી લોકો દીવાના છે પરંતુ આ વખતે હિનાની તસવીરોને જાેઈ સોશિયલ મીડિયા યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે.

હિના ખાને હાલમાં જ પુણેમાં એક ફેશન શોમાં રેમ્પ વૉક કર્યુ છે. એક્ટ્રેસે હંમેશાની જેમ રેમ્પ વૉકની પોતાની અમુક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

હિના બ્લેક-ગોલ્ડન કલરના લહેંગા ચોલીમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. પરંતુ, હિનાના વખાણ કરવાને બદલે નેટિઝન્સ તેની ટિક્કા કરી રહ્યા છે. હકીકતમાં, હિના ખાન હાલમાં જ સાઉદી અરબના પવિત્ર ઈસ્લામિક ધાર્મિક સ્થળ મક્કા મદીનાથી ઉમરાહ કરીને પરત ફરી છે.

ત્યાંથી આવ્યા બાદ તેણી એક ઈવેન્ટમાં રેમ્પ વૉક કરવા પહોંચી અને ત્યાંથી તેણીના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ઉમરાહ કર્યાની તુરંત બાદ હિનાની રેમ્પ વોક અમુક યુઝર્સને પસંદ નથી આવી અને ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ છે.

રમઝાન મહિનામાં ઉમરાહ કરીને પરત ફરેલી હિના ખાનની તસવીરો પર નારાજગી જારી કરતા નેટિઝન્સ સવાલ કરી રહ્યા છે કે, ‘ઉમરાહ પર કેમ ગઈ હતી જાે આ બધુ જ કરવાનું હતુ તો’, બીજાએ લખ્યુ, ‘અરે થોડી તો શરમ કરો…મુસ્લિમ છો તમે બધાં…કેમ ઈસ્લામની ઈન્સલ્ટ કરી રહ્યા છો તમે બધાં’, ત્રીજાએ લખ્યું, ‘ઉમરાહ કરીને આવતા ફરી તે જ ગંદગી કરવાનું શરુ કરી દે છે’, ચોછાએ લખ્યુ ‘ખુદાઈ રહમ કર.

એટલું જ નહીં હિના ખાને રેમ્પ વૉક કરવાથી ભડકેલા લોકો સતત તેની ટિક્કા કરી રહ્યા છે. એકે લખ્યુ, ‘આ તમામ એક્ટર્સ હવે ઉમરાહ કરવા નથી જતાં…ત્યાં પણ બસ ફોટોશૂટ કરવા માટે જ જાય છે.’ બીજાએ લખ્યુ, ‘અલ્લાહ હિદાયત દે આપકો બહેન’, અન્યએ લખ્યુ ‘હજુ તાજા-તાજા ઉમરાહ કરીને આવી છે, મહેરબાની કરો.

એકે તો હિના ખાનની તુલના સના ખાન સાથે કરી અને લખ્યુ કે, શરમ કરો ઉમરાહ કરીને આવી છો, સના ખાન પાસેથી કંઈક શીખો, ચુલ્લુ ભર પાણીમાં ડૂબી મરો હિના ખાન’. વળી ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે એટલો ગુસ્સો છે કે હિના ખાનને અનફોલો કરવાની વિનંતી પણ કરી રહી છે.

જાેકે અમુક યુઝર્સ એક્ટ્રેસના વખાણ પણ કરી રહ્યા છે. જાેકે, હિનાની એક ફેને ટ્રોલર્સને કોમેન્ટમાં તેનો સપોર્ટ કરતાં લખ્યુ કે, ‘અલ્હાએ તેને બોલાવી હતી ઉમરાહ કરવા માટે, તમે લોકોએ નહતી મોકલી. તમારા બધા કરતા વધારે ઈબાદત કરે છે હિના ખાન અને તમે લોકો જે રમઝાનના પાક મહિનામાં પોતાના મોઢામાંથી આવી વાતો બોલી રહ્યા છો ઉપર જઈને હિસાબ આપજાે ઓકે.’SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.