કપરા સમયમાં મને તમારા પ્રેમ અને પ્રાર્થનાની ખૂબ જરૂર છે: હિના ખાન
ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી હિના ખાનને થઈ ગંભીર બીમારી
મુંબઈ, ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી હિના ખાનને લઈને ગંભીર આરોપો મૂક્યા છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો કે તે બ્રેસ્ટ કેન્સરથી પીડિત છે. બ્રેસ્ટ કેન્સરના ત્રીજા સ્ટેજમાં છે. મારી સારવાર શરૂ થઈ ગઈ છે. અને તમારા તમામના પ્રેમ અને ચિંતા બદલ આભાર માનું છે.
હાલમાં જ હિના ખાનને લઈને અફવાઓ ચાલી રહી હતી કે કેન્સરથી પીડિત છે. પરંતુ કોઈએ આ સમાચાર પર વિશ્વાસ કર્યો ન હતો. પરંતુ હવે અભિનેત્રીએ પોતે જ કેન્સર પીડિત છે તેનો ખુલાસો કર્યો છે. બ્રેસ્ટ કેન્સર વિશે વાત કરતાં સોશિયલ મીડિયા પર અભિનેત્રીએ લખ્યું- ‘મારા વિશે ઘણી અફવાઓ ચાલી રહી છે. હું તમારા બધા સાથે એક મહત્વપૂર્ણ સમાચાર શેર કરવા માંગુ છું.
ખાસ કરીને એ લોકો જે મને ખુબ પ્રેમ કરે છે. અને મારી કાળજી લે છે. મને બ્રેસ્ટ કેન્સર છે. જે અત્યારે ત્રીજા સ્ટેજમાં છે. મેં સારવાર શરૂ કરી દીધી છે. ઘણી સમસ્યાઓનો સામનો કરવા છતાં, હું તમને ખાતરી આપું છું કે હું ઠીક છું. હું આ બીમારી સામે લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છું. આ સમયે હું કંઈપણ કરવા તૈયાર છું જે મને મજબૂત બનાવશે.’
બ્રેસ્ટ કેન્સરની જાણ કરતા હિનાએ જણાવ્યું હતું કે, ‘તેની પ્રાઈવસીનું ધ્યાન રાખવામાં આવે. હું તમારા પ્રેમ અને શુભેચ્છાઓની પ્રશંસા કરું છું, પરંતુ આ સમયે મારી પ્રાઈવસીનું ધ્યાન રાખવું જરૂરી છે. મને અને મારા પરિવારને વિશ્વાસ છે કે હું કેન્સરની લડાઈ જીતી જઈશ અને જલ્દી સ્વસ્થ થઈશ. પણ ત્યાં સુધી થોડી કાળજી રાખજો. આ કપરા સમયમાં મને તમારા પ્રેમ અને પ્રાર્થનાની ખૂબ જ જરૂર છે’.
હિના ખાન ટેલિવિઝન શો યે રિશ્તા ક્યા કહેલાતામાં અક્ષરાની ભૂમિકા ભજવવા માટે જાણીતી બની હતી. આ શોમાં તેણે સંસ્કારી વહુની ભૂમિકા ભજવીને દરેક ઘરમાં પોતાનું નામ બનાવ્યું હતું. આ પછી તે બિગ બોસ ૧૧માં જોવા મળી હતી. હિના આ શોની વિજેતા બની શકી ન હતી, પરંતુ બિગ બોસથી તેની લોકપ્રિયતા બમણી થઈ હતી.
હિના તેના પરિવારથી ખુબ નજીક છે. તે હંમેશા મીડિયા સાથે વાતચીતમાં પોતાના માતા-પિતા અને ભાઈની વાત કરતી હોય છે. ૨૦૨૧માં તેમના પિતા અસલમ ખાનનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું. પિતાનું અવસાન થયું ત્યારે તે કાશ્મીરમાં શૂટિંગ કરી રહી હતી. પિતાના અવસાન બાદ હિના ઊંડા આઘાતમાં સરી ગઈ હતી. તે આજ સુધી પિતાને ગુમાવવાનું દુઃખ ભૂલી શકી નથી. એક ઈન્ટરવ્યુમાં પોતાના પિતા વિશે વાત કરતા હિનાએ કહ્યું હતું કે આજે તે ઘણી બાબતોને લઈને ચૂપ છે. કારણ કે તે તેના પિતાને આપેલું વચન તોડવા માંગતી નથી.