હિના ખાન ટુક સમયમાં કરશે શાનદાર કમબેક
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/12/Hina-khan.webp)
મુંબઈ, હિના ખાનના ફેન્સ માટે ગુડ ન્યૂઝ સામે આવ્યા છે. રિપોટ્ર્સનું માનીએ તો એક્ટ્રેસ ટૂંક સમયમાં જ ટીવી પર કમબેક કરી રહી છે. બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહેલી અભિનેત્રીએ થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર આ શો વિશે હિંટ પણ આપી હતી.
એક્ટ્રેસે ઘણી કીમોથેરાપી સેશન્સમાંથી પસાર થઈ ચૂકી છે અને તે સોશિયલ મીડિયા પર ફેન્સને નાની-નાની બાબતો પર પણ સતત અપડેટ કરતી રહે છે. આવી સ્થિતિમાં એક્ટ્રેસ સારવાર દરમિયાન ઘણા સમયથી ટીવીથી ગાયબ હતી. જો કે, હવે એવા અહેવાલો છે કે હિના ખાન ટીવી શો ‘ગૃહલક્ષ્મી’થી સીરિયલની દુનિયામાં કમબેક કરી રહી છે. આ અંગે ફેન્સમાં એક્સાઈટમેન્ટ વધી ગઈ છે.
મીડિયા રિપોટ્ર્સ અનુસાર હિના ખાનના આ શોનું નામ ‘ગૃહલક્ષ્મી’ છે જે એપિક ઓન પર સ્ટ્રીમ થશે. આ શોમાં હિના ખાન ઉપરાંત ચંકી પાંડે, રાહુલ દેવ, દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય જોવા મળશે. હાલમાં જ આ શોનું ટીઝર પણ સામે આવ્યું છે.‘ગૃહલક્ષ્મી’ શોમાં હિનાનો રોલ શું હશે તે જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ એટલું ચોક્કસ છે કે આ સિરિયલની કહાની સર્વાઈવલ અને ટ્રાન્સફોર્મેશનની આસપાસ ફરે છે.
આ ઇન્ટેસ ડ્રામા ટૂંક સમયમાં ઓન એર થવાનું છે.કેન્સરથી પીડાઈ રહેલી હિના ખાને આ વર્ષે જુલાઈમાં પોતાના વર્ક અસાઈન્ટમેન્ટ વિશે જણાવ્યું હતું.
એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી – ‘ડાયગ્નોસિસ પછી મારું પ્રથમ વર્ક અસાઈન્ટમેન્ટ.આ ખૂબ જ પડકારજનક છે, તે પણ જ્યારે તમે જીવનના સૌથી મોટા પડકારનો સામનો કરી રહ્યાં હોવ. તો ચાલો ખરાબ દિવસોને વિરામ આપીએ. તેથી ક્યારેલ પોતાની લાઈફ જીવવાનું ભૂલવું જોઈએ નહીં.
સારા દિવસો હંમેશા તમારા જીવનમાં મહત્વપૂર્ણ હોય છે. પડકારોનો સામનો કરો અને વસ્તુઓને સામાન્ય થવા દો.આ વર્ષે ૨૮ જૂને હિના ખાને ફેન્સ સાથે આ ન્યૂઝ શેર કર્યા હતા કે તે બ્રેસ્ટ કેન્સરથી પીડિત છે. વર્ક ળન્ટની વાત કરીએ તો હિના ખાન ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના નામથી જાણીતી છે. આ સિવાય તેણે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.SS1MS