કેન્સરનો સામનો કરી રહેલી હિના ફરી ટીવી પર દેખાશે
મુંબઈ, ટીવીમાં ‘યે રિશ્તા ક્યા કહેલાતા હે’ સિરીયલથી ઘરઘરમાં લોકપ્રિય થયેલી હિના ખાન, છેલ્લાં થોડાં વખતથી બ્રેસ્ટ કૅન્સરથી પીડાય છે. તે કેન્સરનો હિમ્મત સાથે સામનો કરવાની સાથે કામ પણ કરી રહી છે. તે છેલ્લે બિગબોસ શોમાં ભાગ લઈ રહી હતી, ત્યારે ટીવી પર દેખાઈ હતી.
હવે તે ફરી એક વખત ટીવી પર કમબૅક કરી રહી છે. તે ‘ગૃહલક્ષ્મી’ સિરીયલમાં જોવા મળશે. તેની કેન્સર સાથેની લડત છતાં તેણે કામ કરતાં રહેવાનું પસંદ કર્યું છે. આ સિરીયલમાં હિના ઉપરાંત ચંકી પાંડે, રાહુલ દેવ અને દિવ્યેંદુ ભટ્ટાચાર્ય પણ હશે.
આ શોના મેકર્સ દ્વારા તેનું ટીઝર જાહેર કરવામાં આવ્યું છે. ‘ગૃહલક્ષ્મી’ હિંમત, અસ્તિત્વ અને વ્યક્તિગત પરિવર્તનની વાત છે. એપિક ઓન પર આ શો ટેલિકાસ્ટ થશે. હિનાએ જુલાઈ મહિનામાં જાહેરાત કરી હતી કે તેના બ્રેસ્ટ કેન્સરના નિદાન પછી તે પહેલી વખત કોઈ અસાઇન્મેન્ટમાં કામ કરશે.
તેણે આ પોસ્ટમાં લખ્યું હતું,“મારા નિદાન પછી હું પહેલાં અસાઇન્મેન્ટમાં કામ કરીશ. કામ કરવાનું અને બોલવાનું પણ મુશ્કેલ થઈ રહ્યું છે, ખાસ કરીને જ્યારે જીવનના સૌથી મોટાં પડકારનો સામનો કરી રહી છું. તો જ્યારે ખરાબ દિવસ હોય ત્યારે તમારી જાતને જરા આરામ આપો, કોઈ વાંધો નહીં, તમને એનો અધિકાર છે. જોકે, સારા દિવસોમાં તમારી જિંદગીની મજા માણવાનું ચૂકશો નહીં.
આ દિવસો પણ મહત્વના છે. પરિવર્તનને સ્વીકારી લો, ફેરફારનું માન જાળવો અને તેને સહજતાથી લો.”હિના ખાને ‘યે રિશ્તા ક્યા કહેલાતા હે’ સિવાય ‘કસૌટી ઝિંદગી કી’માં નેગેટીવ રોલ કરેલો છે. ‘નામાકૂલ’ અને ‘શિંદા શિંદા નો પાપા’ જેવા શોમાં કોમેડી રોલમાં પણ હિનાએ યાદગાર એક્ટિંગ કરેલી છે.SS1MS