Western Times News

Gujarati News

હિન્ડનબર્ગના સ્થાપકની એક હેજ ફંડ સાથેની સાઠગાંઠ ખૂલી

ટોરોન્ટો, અદાણી ગ્‰પને ટાર્ગેટ કરનારી ઇન્વેસ્ટમેન્ટ રીસર્ચ કંપની હિન્ડેનબર્ગને બંધ કરવાની જાહેરાત કરનાર તેના સ્થાપક નેટ એન્ડરસનની એક હેજ ફંડ સાથે સાંઠગાંઠનો કેનેડાના એક પોર્ટલે ખુલાસો કર્યાે છે.

ઓન્ટારિયોની કોર્ટમાં સુપરત કરાયેલા દસ્તાવેજનો ટાંકીને આ પોર્ટલે દાવો કર્યાે છે કે કંપનીઓને ટાર્ગેટ કરવાના રિપોર્ટ તૈયાર કરવા માટે આ હેજ ફંડ અને એન્ડરસનની મિલીભગત હતી.

એક જટિલ બદનક્ષીના મુકદ્દમામાં ઓન્ટેરિયો સુપિરિયર કોર્ટ ઓફ જસ્ટિસમાં દાખલ કરાયેલા દસ્તાવેજો મુજબ કેનેડાના એન્સન હેજ ફંડના વડા મોઇઝ કાસમે જણાવ્યું હતું કે તેમની કંપનીએ હિંન્ડેનબર્ગના નેટ એન્ડરસન સહિત “બહુવિધ સ્ત્રોતો સાથે” રીસર્ચ રિપોર્ટ શેર કર્યાે હતો.

માર્કેટ ળોડ નામના પોર્ટલે જણાવ્યું હતું કે કોર્ટના દસ્તાવેજો પર્દાફાશ થયો છે કે રિપોર્ટ તૈયાર કરવામાં હિન્ડેનબર્ગે એન્સન સાથે સાંઠગાંઠ કરી હતી. ભાગીદારોની જાહેરાત કર્યા વિના મંદીના રિપોર્ટ તૈયારની બાબતને યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન સિક્યોરિટી ળોડ ગણે છે.

આ પોર્ટલે એન્ડરસન અને હેજ ફંડ વચ્ચેની ઇ-મેઇલ વાતચીતના સ્ક્રીનશોટ પણ જારી કર્યા હતા, જે કોર્ટ દસ્તાવેજ આધારિત છે. પોર્ટલે જણાવ્યું હતું કે અમે અત્યાર સુધી જે વાંચ્યું છે તેના પરથી તે લગભગ નિશ્ચિત છે કે હિન્ડનબર્ગ અને એન્સન વચ્ચેનું સમગ્ર સંદેશાવ્યવહાર અમેરિકાની સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન સુધી પહોંચશે ત્યારે નેટ એન્ડરસન પર ૨૦૨૫માં અમેરિકામાં સિક્યોરિટીઝ ળોડનો આરોપ મૂકાશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.