હિન્દી સિનેમાને એક રીસેટની જરૂરઃ ફિલ્મમેકર હંસલ મહેતા

મુંબઈ, ફિલ્મમેકર હંસલ મહેતા અલગ પ્રકારના અને બોલ્ડ વિષયો પર ફિલ્મ અને સિરીઝ બનાવવા માટે જાણીતા છે. તાજેતરમાં તેમણે કરેલાં એક નિવેદનથી ઘણા લોકો વિચારતાં થયાં છે. હંસલ મહેતાએ કહ્યું છે કે બોલિવૂડને એક રીસેટની જરૂર છે.
બોલિવૂડને પડતીમાંથી બચાવવા માટે નવા યુવાનો અને નવા કલાકારોમાં રોકાણ કરવાની જરૂર છે, નહીં કે મોટા સ્ટાર્સમાં. થોડા દિવસો પહેલાં ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીએ નિવેદન કર્યું હતું કે, “બોલિવૂડની પડતી થઈ રહી છે.” આ બાબતનાં જવાબમાં હંસલ મહેતાએ કહ્યું કે “ફિલ્મોને બચાવવાની નહીં, પરંતુ તેની પ્રાથમિકતાઓ બદલવાની જરૂર છે.” તેમણે વિગતે આ મુદ્દે વાત કરી છે.
આ સાથે તેમણે કલાકારોની હિન્દી બોલવાની આવડત પર પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા. ટ્વીટર પર છેડાયેલી ચર્ચામાં હંસલ મહેતાએ વિચારો વ્યક્ત કરતા લખ્યું, “જે લોકો બોલિવૂડની પડતી શરૂ થઈ ગઈ એવું માને છે એમના માટે ઇન્ડસ્ટ્રી મરી રહી નથી.
તે બસ કોઈ એક નાની ખલેલ પહોંચાડે તેની રાહમાં છે દર્શકોનો રસ ઉડી રહ્યો છે. એ કોઈ મુદ્દો નથી પરંતુ રોકાણકારો માત્ર સુરક્ષિત વિષયોમાં જ રોકાણ કરવા માંગે છે તેઓ જૂની વાર્તાઓને નવી રીતે પ્રસ્તુત કરવામાં માને છે, તે સમસ્યા છે.” હંસલ મહેતાએ આગળ કહ્યું કે, “છેલ્લા કેટલાક વર્ષાે એ સાબિત કર્યું છે કે સ્ટાર પાવરથી ફિલ્મ સફળ થઈ શકતી નથી ફિલ્મ માટે સ્ટાર્સ જરૂરી નથી.
સ્ટાર ઓડિયન્સ નહીં લાવે પરંતુ સારી વાર્તા જરૂર લાવશે.” વિવેક અગ્નિહોત્રી માને છે કે “આજના ૨૧ થી ૩૫ વર્ષના કલાકારોમાં ટેલેન્ટની ખામી છે.” જ્યારે હંસલ મહેતા માને છે “કલાકારો અને ફિલ્મ મેકર્સ તેમજ લેખકોની નવી પેઢી ગેમ બદલવા માટે તૈયાર છે. માત્ર પ્રોડ્યુસરે તેમાં રોકાણ કરવાની અને તેમની દૃષ્ટિ અને વાર્તાને સમજવાની જરૂર છે.”
હંસલ મહેતાએ આગળ કહ્યું કે “આ પ્રકારની ફિલ્મો બનાવવા માટે પ્રોડ્યુસર છે પણ એક દીર્ઘદૃષ્ટિ સાથે કામ કરવું પડશે. તેમણે એવો મંચ પૂરો પાડવો પડશે જે સારી વાર્તાઓને આંકડાઓથી ઉપર સમજીને તેમજ જે ડિરેક્ટર લોકપ્રિયતા ના બદલે ઓથેન્ટિક કાસ્ટિંગને મહત્વ આપે છે, તેના માટે આર્થિક મદદ અને સારી સ્ટ્રેટેજીની જરૂર પડશે.
તેમજ યોગ્ય રીતે કરાયેલા પ્લાનમાં કાસ્ટિંગની જરૂર પડશે માત્ર પેઈડ પબ્લિસિટીથી કામ ચાલશે નહીં. કારણ કે તેનાથી પબ્લિસિટી કરનારાઓ પૈસાદાર અને ઇન્ડસ્ટ્રી ગરીબ બની રહી છે.” આ સાથે હંસલ મહેતાએ નવા કલાકારોમાં વેદાંગ રૈના, સ્પર્શ શ્રીવાસ્તવ, આદર્શ ગૌરવ, ઈશાન ખટ્ટર, જહાન કપૂર, રાઘવ જુયાલ, લક્ષ્ય, અભય વર્મા અને આદિત્ય રાવલ જેવા કલાકારોના વખાણ પણ કર્યા હતા.SS1MS