હિન્દી ફિલ્મ્સ પોતાનાં મૂળને ભૂલી ગઈ છેઃ આમિર ખાન

મુંબઈ, છેલ્લાં થોડા સમયથી હિન્દી ફિલ્મ્સની ગુણવત્તા, સ્ટારડમ, બોક્સઓફિસ અને સ્ટાર પાવર ચર્ચામાં છે. હવે આ ચર્ચામાં આમિર ખાને પણ ઝંપલાવ્યું છે.
તેણે તાજેતરમાં હિન્દી ફિલ્મ્સની ટીકા કરી છે અને કહ્યું કે હિન્દી ફિલ્મ્સ પોતાના મૂળ ભુલી ગઈ છે. આ બાબતને તેણે હિન્દી ફિલ્મોની નિષ્ફળતાનું કારણ ગણાવી હતી.આમિર ખાન રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યો હતો. પીવીઆર ઇનોક્સમાં આમિર ખાનઃ સિનેમા કા જાદુગર, આમિર ખાનની ફિલ્મ્સનો એક અનોખો ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થયો છે. તેના માટેની આ પ્રેસ કોન્ફરન્સ હતી.
જ્યારે તેણે સાઉથની ફિલ્મ્સની સફળતા માટે તેમના ડિરેક્ટર્સ વાર્તામાંની દરેકને સ્પર્શી જતી લાગણીઓને જવાબદાર ગણાવી હતી, જે નોર્થના ફિલ્મ મેકર્સ ભૂલી ગયા છે.સાઉથની ફિલ્મ એક પછી એક સફળ થઈ રહી છે અને હિન્દી ફિલ્મ સંઘર્ષ કરી રહી છે, આ અંગે આમિરે કહ્યું, “એક કારણ એ પણ છે કે હિન્દી ફિલ્મના લેખકો અને ડિરેક્ટર્સ એવા ઓડિયન્સને મનોરંજન આપવાની કોશિશ કરી રહ્યાં છે, જે હવે થોડું ધારદાર બની ગયું છે.
તેઓ પોતાના મૂળ ભુલી ગયાં છે. ઉપરછલ્લી લાગણીઓ કરતાં કેટલીક બારીક લાગણીઓ પણ હોય છે. બદલો એ એક તીવ્ર લાગણી છે. પણ શંકા એક હળવી લાગણી છે. એ થોડી ઓછી આકર્ષક ભાવના છે. ગુસ્સો, પ્રેમ, બદલો.
આપણે જીવનના વિવિધ પાસાં પર વાત કરીએ છીએ. પણ આપણે બહોળી લાગણી પર ધ્યાન આપતાં નથી.”હિન્દી ફિલ્મ શહેરીકરણ કેન્દ્રી થઈ રહી છે, તે અંગે આમિરે કહ્યું, “જ્યારે મલ્ટિપ્લેક્સ આવ્યા ત્યારે ઇન્ડસ્ટ્રીમાં લોકો ચર્ચા કરતાં હતાં કે ઓડિયન્સ બદલાયું છે.
તે બહુ જલ્દી બદલાઈ રહ્યું હતું. પછી કેટલીક એવી ફિલ્મ્સ બનવા માંડી જે મલ્ટિપ્લેક્સ કેન્દ્રી હતી. બે પ્રકાર બની ગયા, મલ્ટિપ્લેક્સ ફિલ્મ અને સીંગલ સ્ક્રીન ફિલ્મ. સાઉથની ફિલ્મ્સ સામાન્ય રીતે સિંગલ સ્ક્રિન ફિલ્મ કહેવાતી, સામાન્ય જનતા માટેની, સીધી સ્પર્ષી જાય એવી અને બહોળી લાગણીવાળી ફિલ્મ હોય છે. મને લાગે છે હિન્દી ફિલ્મના મેકર્સ મલ્ટિપ્લેક્સ કેન્દ્રી થઈ રહ્યા છે.”SS1MS