માણાવદરની વૈષ્ણવ હવેલીમાં ઉજવાઈ રહેલો હિંડોળા ઉત્સવ
(પ્રતિનિધિ)માણાવદર, માણાવદરની પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ હવેલીમાં કે જ્યાં ઠાકોરજી બાલસ્વરુપે બિરાજી રહ્યા છે ત્યાં ધામધૂમથી હિંડોળા ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આ ઉત્સવમાં રોજેરોજ ઠાકોરજીને હિંડોળામાં ઝુલાવવામાં આવે છે. ભગવાનને પોતાના કરકમળથી ઝુલાવાય એ મોટો લહાવો છે.
વૈષ્ણવોએ માટે તલપાપડ બની હવેલીમાં ભીડરુપે એકઠા થઇ રહ્યા છે અને શ્રી ઠાકોરજીનાં દર્શન કરી પોતાનો વારો ક્યારે આવે અને ક્યારે ભગવાનની હિંડોળાની દોરી પોતાના હાથમાં આવે તે માટે તલસી રહ્યા છે.
આ ઉત્સવ વર્ષાઋતુને હોઇ જેથી વર્ષાઋતુના કીર્તનો ગવાય છે તેમાં ખાસ કરીને કીરતનીયા દ્વારા મલ્હાર રાગમાં કીર્તનો ગવાય છે. હિંડોળા કોઇ સામાન્ય ઝુલા જેવા નહિ પરંતુ ફળ, ફૂલ, શાકભાજી, વનસ્પતિઓ, કાચ, ચાંદીવરખ, શ્યામ ઘટી, હરિયાળી ઘટા વગેરે જેવા શણગારો કરી તેને અદ્દભુત સ્વરુપ આપવામાં આવે છે અને તેમાં શ્રી ઠાકોરજીને પધરાવવામાં આવે છે.
માણાવદરના મુખ્યાજી શ્રી ઘનશ્યામજી શર્માજી, શ્રીમતી શર્માજી દ્વારા પ્રભુને હળવે હાથે ઝુલાવવામાં આવે છે તે વૈષ્ણવોને પણ તેનો લાભ આપવામાં આવે છે. માણાવદરના સાહિત્યકાર અને સિધ્ધહસ્ત લેખક ચંદ્રકાંતભાઈ પટેલે હિંડોળા વિશે માહિતી આપતા જણાવ્યું છે કે
માણાવદરની પુષ્ટિ હવેલી ચોખ્ખાઈ, શુધ્ધતા, આચાર, વિચાર અને જ્ઞાન સંવર્ધનમાં અવલ જણાઈ રહી છે. સરકારી નિયમોનું પાલન કરવામાં મોખરે રહી છે. અહીંના ટ્રસ્ટીઓ તથા મુખ્યાજી વગેરેના સ્વભાવ નિખાલસ, સરળ હોવાથી ક્યારેય કોઇને અસંતોષ થતો નથી. હિંડોળા ઉત્સવમાં હજારો લોકોની ભીડમાંય ટ્રસ્ટીઓ વ્યવસ્થા જાળવવામાં સફળ રહ્યા છે.