Western Times News

Gujarati News

કેનેડામાં BAPS સ્વામિનારાયણ મંદિરની દિવાલ પર મોદી વિરોધી સૂત્રો લખાયા

(એજન્સી)ટોરેન્ટો, કેનેડામાં (Canada) હિન્દુ મંદિરોને (Hindu Temple) સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ઓન્ટેરિયો (Onterio Canada) પ્રાંતમાં આવેલા બીએપીએસશ્રી સ્વામિનારાયણ મંદિરમાં (BAPS Swaminarayan Temple) તોડફોડ કરવામાં આવી હતી અને દિવાલો પર ભારત અને મોદી વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા. Hindu BAPS Swaminarayan Mandir in Windsor Ontario Canada vandalism.

આ અંગે મંદિરના પ્રતિનિધિઓએ પોલીસને જાણ કરી આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. મંદિરની દિવાલો પર ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક સૂત્રો લખવામાં આવ્યા છે અને ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રો લખવામાં આવ્યા છે.

બીએપીએસસંસ્થાએ વિન્ડસરમાં શ્રી સ્વામિનારાયણ મંદિરને નિશાન બનાવવા પર દુઃખ વ્યક્ત કર્યું છે. સંગઠનના પ્રવક્તાએ કહ્યું કે, અમારા મંદિરની દિવાલો પર ભારત વિરોધી સૂત્રોચ્ચાર જાેઈને આશ્ચર્ય થયું. તાત્કાલિક કાર્યવાહી માટે ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી છે.

 

પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી કરીને આરોપીના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે. ફૂટેજમાં જાેવા મળ્યુ કે માસ્ક પહેરેલા બે લોકો રાત્રે આવે છે અને પછી દિવાલ પર ભારત વિરોધી સૂત્રો લખે છે.જુલાઈ ૨૦૨૨ પછી આ પાંચમી ઘટના છે જેમાં મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા હોય અને દિવાલો પર વાંધાજનક સૂત્રો લખવામાં આવ્યા હોય.

૧૪ ફેબ્રુઆરીના રોજ જીટીએ સ્થિત મિસીસૌગા શહેરમાં શ્રી રામ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું હતું. કેનેડામાં બ્રેમ્પ્ટનના ગૌરી શંકર મંદિર અને રિચમંડના વિષ્ણુ મંદિરમાં પણ ઘણી મૂર્તિઓની તોડફોડ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.