હિન્દુ-મુસ્લીમ સમાજના શાંતિ સમિતીના સભ્યોની અધ્યક્ષતામાં મીટીંગ યોજવામાં આવી
આગામી સમયમાં રથયાત્રા તેમજ બકરી ઇદના તહેવારો આવતા હોય જેથી પંચમહાલ જિલ્લામાં કોમી એખલાસ જળવાય રહે જે હેતુથી પંચમહાલ જિલ્લાના હિન્દુ – મુસ્લીમ સમાજના શાંતિ સમિતીના સભ્યોની સાથે ગોધરા ડી.ટી.સી. ભવન ખાતે પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સાહેબની અધ્યક્ષતામાં મીટીંગ યોજવામાં આવી
ગોધરા, આગામી સમય મા રથયાત્રા અને બકરી ઇદ સહિતના તહેવારોને અનુલક્ષી પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા હિન્દૂ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.
ગોધરા પોલીસ તાલીમ શાળા હોલ ખાતે જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી ની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ઉપસ્થિત અગ્રણીઓને તેઓએ ભૂતકાળમાં આપેલા સાથ સહકાર જેમ સહકાર પૂરો પાડી સૌહાર્દ ભર્યા વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરવા અપીલ કરી હતી
.જિલ્લા પોલીસવડાએ કોઈપણ ઘટના અંગે બને તો કોઈએ પણ સીધા ઘર્ષણમાં નહિં ઉતરી પોલીસ ને જાણ કરી મદદ લેવા માટે અનુરોધ કર્યો હતો.
દરમિયાન અગ્રણીઓએ પણ શાંતિપૂર્ણ વાતાવરણ જાળવી રાખવા જિલ્લા પોલીસવડાને ખાતરી આપી હતી.આ પ્રસંગે ગોધરા ડીવાયએસપી સી.સી.ખટાણા, હાલોલ ડીવાયએસપી હરપાલસિંહ રાઠોડ અને તમામ પોલીસ મથકના અધિકારીઓ ,તેમજ દરેક સમાજ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.