હિન્દુ સામ્રાજ્ય સેના દ્વારા લાલા લજપતરાય, બાલાસાહેબ, તથા અશોક સિંઘલને સ્મારણાંજલિ અર્પણ કરાઈ
અમદાવાદ, શહેરના સુભાષબ્રિજ સર્કલ ખાતે ગત તારીખ 17/11/22 ને ગુરૂવારના રોજ હિન્દુ સામ્રાજ્ય સેના દ્વારા લાલા લજપતરાયજી બાલા સાહેબ ઠાકરેજી તથા અશોક સિંગલજીને સ્મારણાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જોગાનું જોગ આ ત્રણે વિભૂતિઓની પુણ્યતિથિ ની તારીખ 17/11 હોવાથી આ કાર્યક્રમનું આયોજન 17/11 ના રોજ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ ભારતીય જનતા પાર્ટીના મ્યુનિસિપલ કાઉન્સિલર મુકેશ મિસ્ત્રી તેમજ સાબરમતી વિધાન સભાના ડોક્ટર હર્ષદ પટેલ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે હિન્દુ સામ્રાજ્ય સેના સંસ્થાપક અશોક દિનદયાલ શર્માજીએ જણાવ્યું હતું કે આ ત્રણેય મહાન વિભૂતિઓએ દેશની આઝાદી માટે તથા આઝાદી પછી પણ પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું છે. દેશને આ વિભૂતિઓ પર ગર્વ છે. હિન્દુ સામ્રાજ્ય સેના દ્વારા તેમના બલિદાન નું સ્મરણ કરવા તથા કરાવવાના ઉદ્દેશ્યથી આ જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.