GUVNLના ટેન્ડરમાં હિન્દુજા રિન્યુએબલ્સે 140 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ મેળવ્યો
મુંબઈ, અત્યંત સ્પર્ધાત્મક બિડમાં હિન્દુજા રિન્યુએબલ્સે રૂ. 2.64/kWhના ટેરિફ દરે જીયુવીએનએલ દ્વારા જારી કરાયેલ ટેન્ડરમાં 140 મેગાવોટ સોલાર પાવર ક્ષમતા સ્થાપવા માટેની બિડ જીતી છે. તે વધીને 280 મેગાવોટ સુધી થવાની સંભાવના છે કારણ કે જીયુવીએનએલ ગ્રીનશૂ વિકલ્પનો ઉપયોગ કરીને 140 મેગાવોટની વધારાની ક્ષમતાની મંજૂરી આપી શકે છે.
આ એવોર્ડ ભારતમાં ગમે ત્યાં 500 મેગાવોટના સોલર પાવર પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે સૌર ઊર્જા ડેવલપર્સની પસંદગી માટે જીયુવીએનએલ દ્વારા જારી કરાયેલા સોલાર ટેન્ડર ફેઝ-22નો એક ભાગ છે. હિન્દુજા રિન્યુએબલ્સ આ ટેન્ડર હેઠળના 4 વિજેતા ડેવલપર્સમાંની એક હતી જેમાં અગ્રણી આઈપીપીએસની ભાગીદારી જોવા મળી હતી.
આ સિદ્ધિ અંગે ટિપ્પણી કરતાં, હિન્દુજા રિન્યુએબલ્સના સીઈઓ સુમિત પાંડેએ જણાવ્યું હતું કે, “આ વર્ષે અમે એનએચપીસી અને જીયુવીએનએલ જેવા કેન્દ્રના અને વિવિધ રાજ્યના ટેન્ડરોમાં જીતેલા તાજેતરના ટેન્ડરોમાં આ એક આવકારદાયક ઉમેરો છે. આ સિદ્ધિ સાથે હિન્દુજા રિન્યુએબલ્સ આગામી થોડા વર્ષોમાં દેશમાં 1.5થી વધુ ગીગાવોટની ક્ષમતા સાથે કામ કરશે. હિન્દુજા રિન્યુએબલ્સ પાવર ક્ષમતાના મલ્ટી-જીડબલ્યુ સ્યુટ બનાવવાના માર્ગ પર છે.”