બાંગ્લાદેશમાં હિન્દુઓ ખતરામાં, ઇસ્કોન પર પ્રતિબંધની તૈયારી
ઢાકા, બાંગ્લાદેશમાં હિંદુઓ પર વધી રહેલા અત્યાચારો વચ્ચે ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઈસ્કોન) પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી એક અરજી બુધવારે હાઈકોર્ટમાં દાખલ કરાઈ હતી.
ઇસ્કોનના સંત અને અગ્રણી હિન્દુ આગેવાની ચિન્મય કૃષ્ણદાસ બ્રહ્મચારીની ધરપકડની વિરોધમાં થયેલા આંદોલન દરમિયાન ચટ્ટોગ્રામમા એક વકીલની હત્યા થઈ ગઈ હતી અને ૧૦ પોલીસ સહિત ઓછામાં ઓછા ૩૭ લોકો ઘાયલ થયા હતા. પોલીસે હત્યામાં કથિત સંડોવણી બદલ ઓછામાં ઓછા ૩૦ શંકમંદોની ધરપકડ કરી હતી, જેમાં મોટાભાગના હિન્દુઓ હતાં.
હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં અશાંતિને રોકવા માટે ચટ્ટોગ્રામ અને રંગપુરમાં ઇમર્જન્સી લાદવાની પણ માગણી કરાઈ છે. હિન્દુઓ પરના હુમલાના વિરોધમાં આ બંને શહેરોમાં હિંદુઓ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.
હાઇકોર્ટે જાણવા માંગ્યું હતું કે બાંગ્લાદેશ સરકારે ઇસ્કોનની તાજેતરની પ્રવૃત્તિઓ અંગે શું પગલાં લીધાં છે. કોર્ટે એટર્ની જનરલ મોહમ્મદ અસદુઝમાનને ગુરુવારે સરકારના પગલાં વિશે કોર્ટને જાણ કરવાની તાકીદ કરી હતી.
સુપ્રીમ કોર્ટના વકીલ મોનીરુઝમાને બેન્ચ સમક્ષ ઈસ્કોન અંગેના બે અખબારના અહેવાલો કોર્ટમાં રજૂ કર્યા પછી હાઇકોર્ટે આ આદેશ આપ્યો હતો.ઢાકા એરપોર્ટ પર ૨૫ નવેમ્બરે અગ્રણી હિન્દુ અને ઇસ્કોનના સાધુ ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુની ધરપકડ કરાઈ હતી. તેનો હિંદુઓ વિરોધ કરી રહ્યાં છે.
ધાર્મિક લઘુમતીઓના અધિકારો અને સુરક્ષાની હિમાયત કરવા માટે જાણીતા સાધુ પર રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો છે અને જામીન નકારવામાં આવ્યા છે અને જેલમાં પૂરવામાં આવ્યા હતા.
આ પછી હિન્દુઓ વિરોધ કરી રહ્યાં છે.ચટ્ટોગ્રામ મેટ્રોપોલિટન પોલીસના એડિશનલ કમિશનર કાઝી મોહમ્મદ તારેક અઝીઝે જણાવ્યું હતું કે સેના અને અર્ધલશ્કરી બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજીબી) ટુકડીઓ અને પોલીસ દ્વારા રાત્રે સંયુક્ત દરોડા પાડીને શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી.
વચગાળાના સરકારના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે મંગળવારે વકીલની હત્યાની નિંદા કરી હતી લોકોને શાંત રહેવા અને કોઈપણ અપ્રિય પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી દૂર રહેવાનો અનુરોધ કર્યાે હતો. યુનુસે કાયદા અમલીકરણ એજન્સીઓને તમામ સંવેદનશીલ પડોશ વિસ્તારો સહિત બંદર શહેરમાં સુરક્ષા વધારવાનો આદેશ પણ આપ્યો હતો.
દરમિયાન, વચગાળાની સરકારના સલાહકાર નાહિદ ઇસ્લામે મંગળવારે મોડી રાત્રે ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “ચટ્ટોગ્રામમાં એડવોકેટ સૈફુલ ઇસ્લામની હત્યા કરનારા આતંકવાદીઓને ચોક્કસપણે સખત સજાનો સામનો કરવો પડશે.
તેમણે આશ્રેપ કર્યાે હતો કે ચિન્મય કૃષ્ણના સમર્થકો દ્વારા વકીલની હત્યા કરાઈ હતી.બાંગ્લાદેશના લઘુમતી હિંદુઓની વસ્તી માત્ર વસ્તીના માત્ર ૮ ટકા છે, ૫ ઓગસ્ટના રોજ શેખ હસીનાની અવામી લીગ સરકારના પતન પછીથી હિન્દુઓ પર ૫૦-જિલ્લાઓમાં ૨૦૦થી વધુ હુમલાઓ થયા છે.SS1MS