હિટ એન્ડ રનઃ કારે ૪૨ વર્ષીય મહિલાને અડફેટે લેતા થયું મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/01/Hit-Run.jpg)
રાજકોટ, ધોરાજી-ઉપલેટા હાઇવે પર IIT સામે હિટ એન્ડ રનની દુર્ઘટના ઘટી છે. ધોરાજી – ઉપલેટા હાઈવે પર ૈં્ૈં સામે કારની અડફેટે ૪૨ વર્ષીય સોનલબેન ગંગાજાળીયાનું મોત નીપજ્યુ છે. ધોરાજીના ઉપલેટા નેશનલ હાઈવે પર ઇકો કારની અડફેટે ૪૨ વર્ષની મહિલાનું મોત નીપજ્યુ છે. હાલ ધોરાજી પોલીસે વધુ તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ મૃતક મહિલા સોનલબેન ધોરાજીના મહાલક્ષ્મી કોમ્પ્લેક્સના રહેવાસી હતા.
મૃતક મહિલાનો મૃતદેહ પીએમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ હિટ એન્ડ રનમાં મહિલાનું અચાનક મોત થતા પરિવાર પર જાણે દુખનો પહાડ તૂટી પડ્યો હોય તેવો માહોલ છવાયો છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે આ મૃતક મહિલા હોટલમાં રસોઇ બનાવવાનું કામ કરતા હતા. જે કામ પતાવીને ઘરે પરત આવતા હતા ત્યારે આ અકસમાત સર્જાયો હતો. સોનલબેન ધોરાજીના મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષમા રહેતા હતા. તેમની આસપાસના લોકોમાં પણ દુખની લાગણી થવાઇ ગઇ છે.
તેમની આસપાસના લોકોમાં પણ દુખની લાગણી થવાઇ ગઇ છે. થોડા મહિના પહેલા પણ ધોરાજીના ઉપલેટા રોડ પર અકસ્માત સર્જાયો હતો. ઉર્ષના મેળામાં આવેલા ઉપલેટાના ગુલાબહુશેન જલાલભાઈ માણસીયા અને આદીલભાઈ અશરફભાઈ કચ્છી મેળામાંથી પરત ઉપલેટા જતા હતા. ત્યારે કાર સાથે અકસ્માત થતાં જેમાં અભિષેક ભીખાભાઈ ગોસ્વામી (ઉ.વ.૨૪ રહે. સનાળાવાળા)ને ગંભીર ઈજાઓ થતા કરુણ મોત નીપજ્યુ હતુ.
જ્યારે ગુલાબહુશેન જલાલભાઈ માણસીયા (ઉ.વ ૫૦, રહે. ઉપલેટા, મુળ વાંકાનેરવાળા)ને ગંભીર ઈજાઓ થતાં તેમનું કરુણ મોત થયેલ હતું. તેમજ અન્ય અફઝલ હનીફ કુરેશી (ઉ.વ.૨૫, રહે.સોળવદરવાળા)ને ગંભીર ઈજાઓ થતાં રીફર કરાયા હતા તેમજ અન્ય એક આદિલ અશરફ કચ્છી (ઉ.વ.૨૫)ને ઈજાઓ થતાં તેઓને રીફર કરાયા હતા. અકસ્માતની જાણ થતાં માનવ સેવા યુવક મંડળના કાર્યકર્તાઓ દોડી આવી પોતાની સેવા બજાવી હતી.SS1MS