ઓઢવમાં હિટ એન્ડ રન, બેફામ કારચાલકે વાહનોને અડફેટે લીધા
અમદાવાદ, શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના ઓઢવ વિસ્તારમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. બેફામ કામચાલકે રિક્ષા સહિતના વાહનોને ટક્કર મારી હતી. જેમાં એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. અકસ્માતમાં રિક્ષા સવાર એક વ્યક્તિ ઘાયલ થયો હતો.
ઓઢવ વિસ્તારમાં બેફામ કારચાલકે રિક્ષ સહિત વાહનોને ટક્કર મારી હતી. અકસ્માતમાં રિક્ષા સવાર એક વ્યક્તિ ઘાયલ થયો હતો. અકસ્માત બાદ સ્થાનિકોએ કારનો પીછો કર્યો હતો, સ્થાનિકોએ પીછો કરતાં ચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો હતો. જ્યારે હાલમાં ઘાયલને હોસ્પિટલ ખસેડાયો છે અને કારચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
નોંધનીય છે કે, બેફામ ડ્રાઇવિંગ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, છતાં બેફામ વાહન હંકારનારાઓને જાણે કાયદાનો કોઇ ડર ન હોય તેવી ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે.SS1MS