Western Times News

Gujarati News

ધાનેરા પાસે હિટ એન્ડ રનની ઘટના, દંપતિનું મોત નિપજયું

પાલનપુર, વિછીવાડી ગામ પાસે એક કાર ચાલકે ગફલતભરી રીતે પોતાની કાર હંકારીને રસ્તાની સાઇડમાં જતા એક માજીરાણા સમાજના મજુર દંપતીને અડફેટે લેતા પતિનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

જ્યારે પત્નીની હાલત ગંભીર જણાતાં ૧૦૮ મારફત પાલનપુર લઈ જતા રસ્તામાં મોત થયું હતું. અકસ્માત કરી કાર ચાલકો ફરાર થઇ ગયા હતા. આ અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ધાનેરા પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી ફરાર કાર ચાલક વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી.

બનાસકાંઠાના ધાનેરા પાસે હિટ એન્ડ રનની ઘટના, દંપતિનું મોતઆ પણ વાંચોઃ સુરતમાં ત્રણ વર્ષના બાળકને કારથી કચડી નાસી જનારો આરોપી આખરે ઝડપાયોઅકસ્માતમાં દંપતિનું મોતઆ અકસ્માત થતાં જ ત્યાં લોકો દોડી આવ્યા હતા. જેથી કાર ચાલકો કાર મુકીને ભાગી છૂટ્યા હતા અને લોકોએ ૧૦૮ની ટીમને ફોન કરતાં ૧૦૮ના પાયલોટ રજનીકાન્ત તથા ઈસ્‌ ગૌરીચંન્દ્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતાં.

જેથી તાત્કાલિક સારવાર મહિલાને ૧૦૮ એમ્બ્યુલન્સ વાનમાં ધાનેરા લવાઇ હતી પરંતુ તેની હાલત ગંભીર હોવાથી તેને પ્રાથમિક સારવાર આપીને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત પાલનપુર લઈ જવામાં આવતા રસ્તામાં તેમનું પણ મોત થયું હતું. જે બાદ મૃતકોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જે બાદ ધાનેરા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફરાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.