હિટલરની ઘડીયાળની હરાજીઃ કિંમત જાણીને ચોંકી જશો

જર્મન તાનાશાહ એડોલ્ફ હિટલર દ્વારા પહેરવામાં આવેલી ઘડિયાળ મેરીલેન્ડ, યુએસમાં એક હરાજીમાં રૂ. ૮.૬૯ કરોડમાં વેચાઈ છે. ઘડિયાળ પર સ્વસ્તિક પ્રતીક છે. આ સાથે એડોલ્ફ હિટલર માટે એએચ લખવામાં આવ્યું છે. બોલી લગાવનારએ પોતાની ઓળખ જાહેર કરી નથી.
ઓક્શન હાઉસ એલેક્ઝાન્ડર હિસ્ટોરિકલ ઓક્શને ઘડિયાળની હરાજી કરી હતી. એવો અંદાજ હતો કે આ માટે ૨-૪ મિલિયન યુએસ ડોલર મળી શકે છે. તેને બીજા વિશ્વયુદ્ધની ઐતિહાસિક વસ્તુ તરીકે વર્ણવવામાં આવી હતી. ઓક્શન હાઉસના જણાવ્યા અનુસાર આ ઘડિયાળ એક ફ્રેન્ચ સૈનિક દ્વારા કબજે કરવામાં આવી હતી.
ઘડિયાળ સિવાય હિટલરની અન્ય વસ્તુઓ પણ હરાજીમાં વેચાઈ હતી. આમાં હિટલરની પત્ની ઈવા બ્રૌનનો ડ્રેસ, નાઝી અધિકારીઓના ઓટોગ્રાફ કરેલા ફોટોગ્રાફ્સ અને ડેવિડના પીળા કપડામાં “જુડ” શબ્દ લખેલા સ્ટારનો સમાવેશ થાય છે. હોલોકોસ્ટ દરમિયાન યહૂદી લોકોને નાઝીઓ દ્વારા તેમને અલગ રાખવા અને હેરાન કરવાના હેતુથી પીળા હાથપટ્ટા અથવા બેજ પહેરવાની ફરજ પાડવામાં આવી હતી.
તેની મદદથી, યહૂદી લોકો સરળતાથી ઓળખી શકાતા હતા. યહૂદી નેતાઓએ હરાજીની નિંદા કરતા કહ્યું કે તેનું કોઈ ઐતિહાસિક મૂલ્ય નથી. ૩૪ યહૂદી નેતાઓએ હરાજીને “ઘૃણાસ્પદ” ગણાવી હતી. તેણે અન્ય નાઝી વસ્તુઓને હરાજીમાંથી દૂર કરવાની પણ માંગ કરી હતી.
યુરોપિયન જ્યુઈશ યુનિયનના પ્રમુખ રબ્બી મેનાકેમ માર્ગોલિને કહ્યું કે ઈતિહાસના પાઠ શીખવાની જરૂર છે. સંગ્રહાલયો અથવા ઉચ્ચ શિક્ષણના સ્થળોમાં કાયદેસર નાઝી કલાકૃતિઓ છે. તમે જે વસ્તુઓ વેચી રહ્યા છો તેનું કોઈ ઐતિહાસિક મૂલ્ય નથી.
જા કે, ઓક્શન હાઉસના પ્રમુખ બિલ પેનાગોપુલોસે હરાજીનો બચાવ કરતા કહ્યું કે ખરીદનાર યુરોપિયન યહૂદી છે. વરિષ્ઠ વાઇસ પ્રેસિડેન્ટ મિન્ડી ગ્રીનસ્ટીને નિર્દેશ કર્યો કે ઈતિહાસ ભલે સારો હોય કે ખરાબ, સાચવવો જ જાઈએ. જા તમે ઈતિહાસનો નાશ કરશો તો શું થયું તેનો કોઈ પુરાવો રહેશે નહીં.