Western Times News

Gujarati News

છિક્સ ફટકારવી એ મારા માટે નવું કામ નહોતું: રિંકુ સિંહ

ઓસ્ટ્રેલિયા સામે છેલ્લા બોલ પર સિક્સર ફટકારનાર રિંકુમેચ બાદ રિંકુ સિંહે કહ્યું, મને મારી જાત પર વિશ્વાસ હતો, મેં આ ઘણી વખત આમ કર્યું છે, તેથી જ મને મારામાં વિશ્વાસ હતો

નવી દિલ્હી, ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ T20 મેચમાં ભારતીય ક્રિકેટ ટીમને શાનદાર જીત અપાવનાર રિંકુ સિંહનું કહેવું છે કે તેને છેલ્લા બોલ પર જીતનો વિશ્વાસ હતો. ભારતે વિશાખાપટ્ટનમમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં છેલ્લા બોલે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. છઠ્ઠા નંબર પર આવીને રિંકુ સિંહે ભારતીય ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી અને કાંગારૂઓના જડબામાંથી જીત છીનવી લીધી હતી.Hitting sixes was not a new thing for me: Rinku Singh

આ મેચમાં રિંકુએ ફિનિશરની ભૂમિકા ભજવી હતી. તેણે છેલ્લા બોલ પર સિક્સર ફટકારી પરંતુ તે બોલ નો બોલ બન્યો અને ભારત સરળતાથી ૨ વિકેટથી જીતી ગયું હતું. જીત બાદ રિંકુ સિંહે પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે તેને આ અંગે વિશ્વાસ છે. તે જાણતો હતો કે છેલ્લા બોલ પર કેવી રીતે રન બનાવવા. મેચ બાદ રિંકુ સિંહે કહ્યું, ‘મને મારી જાત પર વિશ્વાસ હતો. મેં આ ઘણી વખત આમ કર્યું છે. તેથી જ મને મારામાં વિશ્વાસ હતો.’

ટીમ ઈન્ડિયાને જીતવા માટે છેલ્લા બોલ પર એક રનની જરૂર હતી. રિંકુ સિંહે ઝડપી બોલર શોન એબોટના બોલને સિક્સર માટે બાઉન્ડ્રી પાર મોકલી દીધો હતો. જાે કે આ બોલ નો બોલ હતો. આ રીતે ભારતે ઓસ્ટ્રેલિયા પર ૨ વિકેટે વિજય મેળવ્યો હતો. રિંકુ સિંહે છઠ્ઠા નંબર પર આવીને શાનદાર રીતે મેચ પૂરી કરી હતી. તેણે ૧૪ બોલમાં ૪ ચોગ્ગાની મદદથી અણનમ ૨૨ રન બનાવ્યા હતા. જ્યારે અક્ષર પટેલને પૂછવામાં આવ્યું કે શું તે બીજા છેડે રન બનાવી શક્યો ન હતો ત્યારે તે દબાણમાં હતો.

આના પર રિંકુએ કહ્યું, ‘મને આ નંબર પર રમવાની આદત છે. મેં છેલ્લી IPL આ સ્થાન પર રમીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. અહીં પણ મેં મારી જાત પર વિશ્વાસ વ્યક્ત કર્યો. આ જીત સાથે ભારતીય ટીમે ૫ મેચની T20 સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. બંને ટીમો હવે તિરુવનંતપુરમ જશે જ્યાં શ્રેણીની બીજી T20 મેચ ૨૬ નવેમ્બરે રમાશે. સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં ભારતે જીત સાથે શરૂઆત કરી છે.

આ મેચમાં સૂર્યકુમારે ૮૦ રનની ઇનિંગ્સ રમી હતી. ઈશાન કિશન ૫૮ રન બનાવીને આઉટ થયો હતો. ટીમ ઈન્ડિયાએ ્‌૨૦માં પોતાના સૌથી મોટા રનનો પીછો કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ આપેલા ૨૦૯ રનના લક્ષ્યને તેણે ૮ વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.