HIV ગ્રસ્ત મહિલાઓને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું
મધર એનજીઓ વનિતા શિશુ વિહાર સંસ્થા દ્વારા એચઆઈવી પોઝિટિવ બહેનો માટે શરૂ કરાયો સુપોષણની શુભ શરૂઆત
પાલનપુર, વનિતા શિશુ વિહાર સંસ્થા, પાલનપુર દ્વારા બનાસ એન.પી.પ્લસ સંસ્થા સાથે જાેડાયેલ અને વિહાન પ્રોજેક્ટની વિવિધ સેવા સાથે જાેડાયેલ એચઆઈવી પોઝિટિવ બહેનો સાથે ઉજવાયો અનોખી રીતે સુપોષણની શુભ શરૂઆત થઈ હતી. જેમાં આવેલ તમામ બહેનોને જીવનમાં ન્યુટ્રીશનનું મહત્ત્વ અને જીવનમાં સાફ-સફાઈ વિશે નિરંજનાબેન પટેલ, પ્રમુખ વનિતા શિશુ વિહાર દ્વારા માહિતી અપાઈ હતી.
વસંતભાઈ લીમ્બાચીયાએ તમામ એચઆઈવી પોઝિટિવ બહેનોને વિવિધ સરકારી યોજનાઓ અને મહિલાઓ માટેની કલ્યાણકારી યોજનાઓ વિશે વિગતે માહિતી આપી હતી. મફાજી ઠાકોર અને દીપકભાઈ પટેલ બનાસ એન.પી.પ્લસ સંસ્થા દ્વારા પોઝિટિવ જિંદગી અને પોઝિટિવ વિચારોએ પોઝિટિવ લોકોનાં જીવન સ્વચ્છતા, શિક્ષણ અને સ્વનિર્ભરતા માહિતી આપી હતી.
કાર્યક્રમના અંતમાં તમામ બહેનોને વનિતા શિશુ વિહાર સંસ્થા દ્વારા સુપોષણની શુભ શરૂઆત અનુસંધાન રાશન કીટ વિતરણ કરવામાં આવી જેમાં ગોળ કિલો, તેલ કિલો, ચોખા કિલો, ખાંડ કિલો, મગ કિલો, મગની દાળ કિલો, ચા અઢીસો ગ્રામ એમ એક કીટ અંદાજિત છસો પચાસ એમ કુલ તેર રાશન કીટ અંદાજિત આઠ હજાર ચારસો પચાસની રાશન કીટ વિતરણ કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રવીણભાઈ પરમાર, પી.એમ.વનિતા શિશુ વિહાર દ્વારા કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કો-ઓર્ડીનેટર મફાજી ઠાકોર, દીપકભાઈ પટેલ, નવનીતભાઈ મકવાણા દ્વારા સંકલન કરવામાં આવ્યું હતું.