HMD ઈન્ડિયાએ બ્રાન્ડ એમ્બેસડર તરીકે સાન્યા મલ્હોત્રાને સાઇન કરી
એચએમડીની આવી રહેલી સ્માર્ટફોન રેન્જના અગ્રણી ચહેરા તરીકે સાન્યા મલ્હોત્રા સાથેs હ્યુમન મોબાઇલ ડિવાઇસીસ તેના ભાવિ ગ્રાહકો સાથે જોડાવા માટે નજીકથી સહયોગ કરશે જેઓ સ્ટાઇલિશ, ફેશન ફોરવર્ડ અને અભિવ્યક્તિની સ્વતંત્રતામાં માને છે
નવી દિલ્હી, 29 જુલાઈ, 2024 – સ્ટાઇલ અને ટેક્નોલોજીના મિશ્રણ માટે તૈયાર થઈ જાઓ કારણ કે હ્યુમન મોબાઇલ ડિવાઇસીસે (HMD) બોલિવૂડની બહુમુખી પ્રતિભાશાળી અભિનેત્રી સાન્યા મલ્હોત્રા સાથે હાથ મિલાવ્યા છે, HMD India announces Renowned Actress Sanya Malhotra as Brand Ambassador for its Smartphones Portfolio, starting with HMD જે કંપનીની આગામી સ્માર્ટફોન લાઇન-અપ માટે બ્રાન્ડના અગ્રણી ચહેરા તરીકે જોવામાં આવશે જેનો પ્રારંભ HMD Crestથી શરૂ થશે. પોતાના દમદાર અભિનયથી જાણીતી બનેલી, ડાન્સ અને ફેશન-ફોરવર્ડ સ્ટાઇલ માટે જાણીતી અભિનેત્રી એચએમડીના આગામી 360 ડિગ્રી કેમ્પેઇનને આગળ ધપાવશે, જે ફેશન, સ્ટાઇલ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની આસપાસના બ્રાન્ડની સહજ પર્સનાલિટીને રજૂ કરશે.
હ્યુમન મોબાઈલ ડિવાઈસ સાથે સાન્યાની ભાગીદારી સમગ્ર ભારતમાં સ્ટાઇલ પ્રત્યે સભાન પ્રેક્ષકોને નવીન અને એક્સપ્રેસિવ મોબાઈલ અનુભવો પ્રદાન કરવાના કંપનીના મિશનમાં એક મહત્વપૂર્ણ ક્ષણ છે.
આ સહયોગ અંગે એચએમડી ઈન્ડિયા અને એપીએસીના વીપી રવિ કુંવરે જણાવ્યું હતું કે, “અમે સાન્યા મલ્હોત્રાને હ્યુમન મોબાઈલ ડિવાઇસીસ પરિવારમાં આવકારતાં આનંદ અનુભવીએ છીએ. સાન્યા ખરેખર એક અનોખી પ્રતિભા છે અને સ્ક્રીન પર વારંવાર મજબૂત પ્રદર્શન કરવાની તેની ક્ષમતા ઉપરાંત વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વિવિધ આકર્ષક કન્ટેન્ટ સાથે પોતાની જાતને વ્યક્ત કરવાની તેની દુર્લભ ક્ષમતા ગ્રાહક સાથે જોડાવાની અમારી રીતો સાથે સંપૂર્ણ રીતે મેચ થાય છે. વિવિધતા ઇચ્છતા અને સ્ટાઇલ પ્રત્યે સભાન યુવા પ્રેક્ષકોને તેની અપીલ મોબાઇલ અનુભવો પહોંચાડવાની અમારી પ્રતિબદ્ધતાને રજૂ કરે છે જે ફક્ત ટેક્નોલોજીકલી જ એડવાન્સ્ડ નથી. પણ પર્સનલ સ્ટાઇલને સાચી રીતે વ્યક્ત કરે છે.”
પોતાના આ નવા જોડાણ સાથે એટલી જ ઉત્સાહિત સાન્યા મલ્હોત્રાએ જણાવ્યું હતું કે “હું હ્યુમન મોબાઇલ ડિવાઇસીસ સાથે ભાગીદારી કરીને રોમાંચિત છું. આ એક એવી બ્રાન્ડ છે જેના સ્માર્ટફોન ટેક્નોલોજી અને સેલ્ફ-એક્સપ્રેશનનું અનોખું મિશ્રણ છે. સ્માર્ટફોનની HMD Crest રેન્જ ફક્ત કનેક્ટેડ રહેવા માટે જ નથી, તેઓ એક સ્ટેટમેન્ટ આપવા અને તમારી અનન્ય સ્ટાઇલને વ્યક્ત કરવા વિશે છે જે ફેશન અને અભિવ્યક્તિની સ્વતંત્રતા બંનેને મહત્વ આપે છે. હું સમગ્ર ભારતમાં સ્ટાઇલ પ્રત્યે સભાન ગ્રાહકો માટે એચએમડીની સફરનો ભાગ બનવા માટે ઉત્સાહિત છું.”
આ જાહેરાત તેની ટાર્ગેટ ઓડિયન્સ સાથે જોડાવા અને તેની સ્ટાઇલિશ તથા નવીન સ્માર્ટફોન રેન્જ વિશે ઉત્તેજના જગાવવા માટે હ્યુમન મોબાઇલ ડિવાઇસની વ્યૂહરચનાનો મુખ્ય ભાગ છે. કંપની પ્રીમિયમ ગુણવત્તાવાળી ડિવાઇસીસ ઓફર કરીને ગ્રાહક અનુભવને વધારવા માટે તૈયાર છે જે અત્યાધુનિક ટેકનોલોજીને સ્પર્ધાત્મક ભાવે ફેશનેબલ ડિઝાઇન સાથે એકીકૃત રીતે મિશ્રિત કરે છે. તાજેતરમાં બ્રાન્ડે તેમના આગામી ફોન લોન્ચના સંદર્ભે જિમી શેરગિલ અને જેમિમા રોડ્રિગ્સ સાથે પણ ભાગીદારી કરી છે.
તૈયાર રહો કારણ કે હ્યુમન મોબાઈલ ડિવાઈસ અને પ્રભાવશાળી સાન્યા મલ્હોત્રા મોબાઈલ ટેક્નોલોજીના ભાવિને આકાર આપીને અને ફેશન તથા ટેકને એક કરીને અવિશ્વસનીય છાપ છોડી એકસાથે આ રોમાંચક સફર શરૂ કરે છે.