નોકિયા ફોનના નિર્માતા HMDએ ‘ભરોસા વહીં, શુરૂઆત નયી’ કેમ્પેઇન લોંચ કર્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/06/HMD-Nokia-1024x683.jpg)
નવી દિલ્હી, એચએમડીએ આજે તેના ખૂબજ આતુરતાથી રાહ જોવાતા એચએમડી 105 ડિવાઇસ લોંચ કરવાની જાહેરાત કરી છે. કંપનીના બેજોડ પ્રોડક્ટ્સના વારસાને આગળ વધારતા એચએમડી 105 બેજોડ ટેક્નોલોજીનું પ્રતિનિધિત્વ કરે છે, જે બેજોડ પ્રદર્શન, આકર્ષક ડિઝાઇન અને ઇન્ડસ્ટ્રીમાં અગ્રણી વિશેષતાઓ ધરાવે છે. આ ફોન ઇનબિલ્ટ યુપીઆઇ એપ્લીકેશન ધરાવે છે, જે એચએમડી ફોનની વિશ્વસનીયતા સાથે યુપીઆઇની સુવિધા અને પહોંચને જોડતાં યુઝર્સને સ્માર્ટફોન વગર સુરક્ષિત અને સહજતાથી યુપીઆઇ ટ્રાન્ઝેક્શન કરવા માટે સક્ષમ કરે છે. HMD, Makers of Nokia Phones, Launches ‘Bharosa Wohi, Shuruat Nayi’ Campaign; debuts first feature phone HMD 105 in India
એચએમડી 105 ફોન ઉત્કૃષ્ટ મલ્ટીમીડિયા ફીચર્સ, વોઇસ આસિસ્ટન્સ અને બેજોડ સ્પષ્ટતા અને ઉત્તમ વિઝિબિલિટી સાથે મોટા ડિસ્પ્લે સહિતની ઇન્ડસ્ટ્રીમાં અગ્રણી વિશેષતાઓ ધરાવે છે. આ ફોન એક વર્ષની રિપ્લેસમેન્ટ ગેરંટી આપે છે, જેથી તે યુઝર્સ માટે એક વિશ્વસનીય વિકલ્પ બને છે.
એચએમડી ગ્લોબલના વીપી-ઇન્ડિયા અને એપીએસી રવિ કુંવરે આ લોંચ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, “એચએમડી 105 અને એચએમડી 110 સ્ટાઇલિશ નવી ડિઝાઇન અને યુપીઆઇ ક્ષમતાઓ સાથે ભારતમાં લોંચ કરાયેલા અમારા પ્રથમ ફીચર ફોન છે. આ ઉપકરણો સુલભ ટેક્નોલોજી પ્રદાન કરવાની અમારી કટીબદ્ધતા દર્શાવે છે. આ વિશેષતાઓથી ભરપૂર એચએમડી 105 અને એચએમડી 110નો ઉદ્દેશ્ય ડિજિટલ અંતરને દૂર કરવાનો તથા અમારી ફીચર ફોન કેટેગરીમાં નાણાકીય એક્સેસ વધારવાનો છે. આ ફોન અમારા મોર ફોર લેસ વિચારધારાને અનુરૂપ છે કારણકે અમે અમારી મલ્ટી-બ્રાન્ડ સફરને આગળ ધપાવી રહ્યાં છીએ.”
એચએમડી 105ની મુખ્ય વિશેષતાઓ નીચે મૂજબ છેઃ
- બેજોડ યુઝર એક્સપિરિયન્સઃ આ ફોન અત્યાધુનિક ડિઝાઇન સાથે ઉત્તમ યુઝર એક્સપિરિયન્સ પ્રદાન કરે છે, જેમાં સ્ટ્રોંગ કોર્નર્સ સાથે કર્વ અને ટેક્ષ્ચરાઇઝ્ડ બેક સામેલ છે. આ ફીચર્સ તમારા હાથની અનુકૂળતા તથા તમારા પોકેટમાં ફિટ રહે તે મૂજબ કાળજીપૂર્વક ડિઝાઇન કરાયા છે.
- ઉત્તમ બિલ્ડ ક્વોલિટીઃ આ ફોન કાળજીપૂર્વક તૈયાર કરાયો છે તેમજ ભારતીય ગ્રાહકોની જરૂરિયાતો અને સ્થાનિક પરિસ્થિતિઓને અનુરૂપ વિશેષતાઓથી સજ્જ છે.
- મજબૂત બેટરીઃ આ ફોન 1000 એમએએચ બેટરીથી સજ્જ છે, જે લાંબો સ્ટેન્ડબાય ટાઇમ સુનિશ્ચિત કરે છે તેમજ તમે દિવસ દરમિયાન અવિરત વાતચીતની મજા માણી શકો છો.
- બહુવિધ ભાષા સપોર્ટઃ એચએમડી 105 અંગ્રેજી, હિન્દી, પંજાબી, મરાઠી, ગુજરાતી, બંગાળી, તમિળ, તેલુગુ અને મલયાલમ એમ 9 ભાષાનો સપોર્ટ આપે છે.
- અદ્યતન વિશેષતાઓથી સજ્જઃ આ ફોન ઓટો કોલ રેકોર્ડિંગ, પાવરફૂલ ડ્યુએલ એલઇડી ફ્લેશ, વાયર્ડ અને વાયરલેસ એફએમ રેડિયા જેવાં અદ્યતન ફીચર્સ સાથે યુઝરના મનોરંજન માટે બીજી વિશેષતાઓ ધરાવે છે.
- કિંમત અને ઉપલબ્ધતાઃ એચએમડી 105 ભારતમાં આજથી ત્રણ કલર વિકલ્પો – ચારકોલ, પર્પલ અને બ્લુમાં ઉપલબ્ધ બનશે. આ ડિવાઇસની શરૂઆતી કિંમત રૂ 999 રહેશે.