Western Times News

Gujarati News

એચએમપીવીમાં ફ્લુ જેવાં લક્ષણો, ચિંતાની જરૂર નથી: નિષ્ણાતો

નવી દિલ્હી, હ્યુમન મેટાન્યુમોવાઇરસના સંક્રમણમાં સામાન્ય રીતે ફ્લુ જેવા લક્ષણો જોવા મળી શકે. જેમાં કફ, તાવ, બંધ નાક અને શ્વાસ ચઢવાનો સમાવેશ થાય છે, પણ તેમાં ચિંતા કરવા જેવું કશું નથી એવી માહિતી નિષ્ણાતોએ આપી હતી.સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ચીનની હોસ્પિટલ્સની તસવીરોને કારણે એચએમપીવી વાયરસની ચર્ચાએ જોર પકડ્યું છે.

લોકોએ તો વાયરસને કોવિડ-૧૯ સાથે સરખાવી ગભરાટ ફેલાવ્યો હતો. અશોકા યુનિવર્સિટીના ડીન (રિસર્ચ) ગૌતમ મેનને જણાવ્યું હતું કે, “આ બે દાયકા જૂનો વાયરસ છે અને તેના લક્ષણો શરદી જેવા છે. શિયાળામાં દર વખતે શ્વસનતંત્રના સંક્રમણના કેસ વધતા હોય છે.”

તેમણે વધુમાં કહ્યું હતું કે, “એચએમપીવી સંક્રમણથી સામાન્ય રીતે કફ અને તાવ આવે છે, નાક બંધ થાય છે. કેટલાકને શ્વાસ ચઢે છે. ફ્લુની સીઝનમાં શ્વસનતંત્રને લગતી સમસ્યામાં ૫-૧૦ ટકા હિસ્સો આ વાયરસનો હોય છે.”ગૌતમ મેનનના જણાવ્યા અનુસાર “ચીનમાં એચએમપીવીના સતત વધતા કેસમાં કશું ગભરાવા જેવું નથી.

આ સીઝનમાં શ્વસનતંત્રની વાયરલ બીમારી સામાન્ય છે અને તે દુનિયભરમાં થાય છે. એ સમજવું જરૂરી છે કે એચએમપીવી વાયરસ કોવિડ-૧૯ જેવો બિલકુલ નથી. આપણે તમામ અગાઉ આ વાયરસની ઝપટમાં આવ્યા હોવાની શક્યતા છે. જ્યારે કોવિડ-૧૯ બિલકુલ નવો વાયરસ હતો.”

ડો. મેનને વડીલોને નિયમિત રીતે હાથ ધોવા અને માસ્ક પહેરવાની સૂચના આપી હતી. જાણીતા બાયોલોજિસ્ટ વિનોદ સ્કારિયાએ એક્સ પર જણાવ્યું હતું કે, “એચએમપીવી અંગે ચિંતા કરવા જેવું કશું નથી. એચએમપીવી સીઝનલ પેટર્ન દર્શાવે છે. તેનું સંક્રમણ શિયાળામાં સૌથી વધુ હોય છે.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.