હોળી-ધૂળેટીના તહેવારના દિવસે રિવરફ્રન્ટ સ્થિત તમામ ગાર્ડન સાંજના 5 વાગ્યા સુધી બંધ રહેશે

તા.14 માર્ચ ધૂળેટીના રોજ અટલ બ્રિજ સાંજે 5 વાગ્યા સુધી બંધ રહેશે
તા.13 માર્ચ અને તા.14 માર્ચ હોળી ધૂળેટીના તહેવારના દિવસે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ હેઠળના તમામ ગાર્ડન સાંજના 5 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે.
અટલ બ્રિજ તા.14 માર્ચ ધૂળેટીના દિવસે સાંજના 5 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે જેની જાહેર જનતાએ નોંધ લેવી તેવું સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની અખબારી યાદીમાં જણાવાયું છે.