ભગિની સમાજ હિંમતનગર દ્વારા હોળી ઉત્સવ તથા વન ભોજન કરાયું
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ભારતીય સમાજમાં દિવાળી, હોળી અને ઉતરાયણ પર્વનું એક વિશિષ્ટ મહત્વ રહેલું છે. દરેક તહેવાર પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ રહેલો હોય છે. આવા તહેવારોને કારણે લોકો એકબીજાની સમીપ આવે છે અને આત્મીય ભાવ કેળવે છે.
આ દિવસોમાં કોઈપણ ભારતીય આ તહેવારો રંગેચંગે મનાવે છે. આજરોજ હિંમતનગરની પ્રતિષ્ઠિત સંસ્થા ભગિની સમાજ દ્વારા ધુળેટી પર્વ બહેનોએ એકબીજાને રંગ લગાવીને અને વન ભોજન કરીને હર્ષ ઉલ્લાસ થી ઊજવ્યો હતો.આ કાર્યક્રમમાં ભગિની સમાજ ના ટ્રસ્ટી નીલાબેન પટેલ, પ્રમુખ ભારતીબેન વ્યાસ,ઉપપ્રમુખ ડાહીબેન પટેલ, સહમંત્રી હંસાબેન પિત્રોડા, મયુરાબેન, ગીતાબેન શાહ, છાયાબેન શાહ, ભજનુબેન,કુંદનબેન શાહ, રાજશ્રીબેન ત્રિવેદી, અર્ચનાબેન ભટ્ટ, અલ્પાબેન શાહ, દિવ્યાબેન પટેલ, જાગૃતિબેન નાયક અને ભગિની સમાજ ની દરેક બહેનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો.