Western Times News

Gujarati News

હોળી અગાઉ મોંઘા થયા સોના-ચાંદી

પ્રતિકાત્મક

તહેવારો દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં વધારો-૨૪ કેરેટ સોનાનો ભાવ અનુક્રમે પ્રતિ ૧૦ ગ્રામ ૮૬,૧૦૦ રૂપિયા, પ્રતિ ૧૦ ગ્રામ ૮૬,૨૨૦ રૂપિયા

નવી દિલ્હી,  સામાન્ય રીતે તહેવારો દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળે છે. હોળી પહેલા જ સોનાના ભાવમાં વધારો થયો છે. એનો અર્થ એ કે જો તમે હોળી પહેલા તમારા માટે અથવા તમારા પ્રિયજનો માટે સોનું ખરીદવા માંગતા હોવ તો તમારે તમારા ખિસ્સાને થોડું વધુ ઢીલું કરવું પડશે. આજે દિલ્હીમાં ૨૪ કેરેટ સોનાનો ભાવ ૮૬,૨૨૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ છે.

કોલકાતા, મુંબઈ અને ચેન્નઈ જેવા અન્ય મેટ્રો શહેરોમાં ૨૪ કેરેટ સોનાનો ભાવ અનુક્રમે પ્રતિ ૧૦ ગ્રામ ૮૬,૧૦૦ રૂપિયા, પ્રતિ ૧૦ ગ્રામ ૮૬,૨૨૦ રૂપિયા અને પ્રતિ ૧૦ ગ્રામ ૮૬,૪૭૦ રૂપિયા છે.

લખનઉમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૭૯,૦૫૩ રૂપિયા છે અને ૨૪ કેરેટ સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૮૬,૨૪૦ રૂપિયા છે. જયપુરમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૭૯,૦૨૬ રૂપિયા છે અને ૨૪ કેરેટ સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૮૬,૨૧૦ રૂપિયા છે. પટનામાં ૨૨ કેરેટ સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૭૯,૯૮૯ રૂપિયા છે અને ૨૪ કેરેટ સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૮૬,૧૭૦ રૂપિયા છે.

જ્યારે પુણેમાં ૨૨ અને ૨૪ કેરેટ સોનાનો ભાવ ૭૯,૦૩૫ રૂપિયા અને ૮૬,૨૨૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ છે. ચાંદીના વાયદાના ભાવ પણ ઊંચા સ્તરે શરૂ થયા હતા. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (સ્ઝ્રઠ) પર ચાંદીનો બેન્ચમાર્ક કોન્ટ્રાક્ટ આજે વધારા સાથે ખુલ્યો છે. આજે ૧૦ માર્ચ, ૨૦૨૫ના રોજ ચાંદીનો ભાવ ૯૭,૬૦૦ રૂપિયા પ્રતિ કિલો હતો. ફાઇનાÂન્શયલ એક્સપ્રેસ અનુસાર, આજે, ૧૦ માર્ચ, ૨૦૨૫ના રોજ ભારતીય શહેરોમાં ચાંદીના ભાવ નીચે મુજબ છે.

દિલ્હીમાં ચાંદીનો ભાવ ૯૭૩.૭ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ છે. ચેન્નઈમાં ચાંદીનો ભાવ ૯૭૮.૨ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ છે. કોલકાતાની વાત કરીએ તો તે ૯૭૪.૧ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ છે. જ્યારે પટનામાં તે ૯૭૪.૯ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ છે અને લખનઉમાં તે ૯૭૫.૬ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ છે.

સોનાના ભાવમાં ઘણા કારણોસર વધઘટ થાય છે. સોનું ફક્ત રોકાણનું સાધન નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો એક મહત્વપૂર્ણ ભાગ પણ છે. તેથી એવું જોવા મળ્યું છે કે તહેવારો અને લગ્નો દરમિયાન સોનાની માંગ વધે છે. આ ઉપરાંત વિશ્વ બજારમાં સોનાના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ પણ સોનાના ભાવને અસર કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.