Western Times News

Gujarati News

Petladમાં હોલી રસિયા ફુલફાગ ઉત્સવ યોજાયો

(પ્રતિનિધિ)પેટલાદ, પેટલાદની દશા દિશાવળ વાડી ખાતે હોલી રસિયા ફુલ ફાગ મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતું. વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગૌસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજકુમારના સાંનિધ્યમા યોજાયેલ કાર્યક્રમમાં વૃંદાવન વ્રજથી આવેલ કલાકારોએ શ્રીકૃષ્ણ લીલાની ઝાંખી પ્રસ્તુત કરી ઉપસ્થિત સૌ કોઈને મંત્ર મુગ્ધ કરી દિધા હતાં.
પેટલાદ ખાતે તાજેતરમાં હોલી રસિયા ફુલ ફાગ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામા આવી હતી.

વલ્લભ યૂથ ઓર્ગેનાઈઝેશનના ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં ૧૦૮ શ્રી વ્રજરાજકુમારે મહોત્સવનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે પુષ્ટિ માર્ગિય વૈષ્ણવ સંપ્રદાયમાં પારંપારિક રીતે હોલીના ૪૦ દિવસ અગાઉથી હોલી રમવામાં આવે છે. વસંતના વાસંતી રંગોને વધારવા ઠેર ઠેર હોલી રસિયા ફુલ ફાગ ઉત્સવો યોજાય છે. વસંત વિહારી શ્રીકૃષ્ણ પ્રભુની દિવ્ય લીલાઓના સ્મરણ સાથે આ ઉત્સવ ઉજવાય છે.

આ પ્રસંગે વ્રજની પ્રસિદ્ધ લઠ્ઠમાર હોલી તથા બરસાનાની લીલાઓ રજૂ કરવા વ્રજ ધામથી સાહિલ કનૈયા ઠાકોરજી આર્ટ ગૃપના કલાકારો આવ્યા હતા. જેઓએ ઉપસ્થિત ભક્તોને મંત્રમુગ્ધ સાથે ભાવવિભોર કરી દિધા હતાં. આ પ્રસંગે ધારાસભ્ય કમલેશ પટેલ, એજ્યુકેશન ટ્રસ્ટના વ્રજેશભાઈ પરીખ, ધાર્મિક – સામાજીક – શૈક્ષણિક – સહકારી – સેવાભાવી વગેરે સંસ્થાઓના આગેવાનો, વ્યો સંસ્થાના સભ્યો, નગરના સમસ્ત વૈષ્ણવો વગેરેએ મોટી સંખ્યામાં ઉત્સવનો લાભ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.