અમદાવાદીઓને હોળી મોંઘી પડશે: પિચકારીના ભાવમાં વધારો
અમદાવાદ, આ વખતે ઉત્તરાયણ દરમિયાન લોકોને મોંઘવારીનો માર પડ્યો હતો, બજારમાં ગયેલા લોકોને આંચકો લાગ્યો હતો તે રીતે ધૂળેટી દરમિયાન પણ ભાવ વધારાનો આંચકો લાગશે. આ વખતે હોળીમાં વપરાતા રંગોની સાથે પિચકારી સહિતના ભાવમાં વધારો ઝીંકાયો છે. Holi will be expensive for Ahmedavadis: Pitchkari prices hike
હોળીના તહેવારને હવે ૧૦ દિવસ કરતા ઓછો સમય બાકી છે ત્યારે માર્કેટમાં અવનવી પિચકારીઓ અને બાળકોને આકર્ષતી ધૂળેટીના રમકડાં માર્કેટમાં જાેવા મળી રહ્યા છે. પરંતુ તેના ભાવ પૂછનારાઓને આંચકો લાગી રહ્યો છે. હોળીનો તહેવાર નજીક છે ત્યારે પૂર્વ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પિચકારી સહિતના હોળીમાં ઉપયોગમાં લેવાતા રમકડાઓ બજારોમાં જાેવા મળી રહ્યા છે.
દુકાનોની સાથે ધૂળેટીના સમાનના વેચાણ માટે નાના-મોટા સ્ટોલ પણ ખુલવા લાગ્યા છે. જે રીતે ઉત્તરાયણ દરમિયાન ૨૫-૩૫ ટકા જેટલો ભાવ વધારો પતંગ દોરીમાં જાેવા મળ્યો હતો તે જ રીતે ધૂળેટીના પિચકારી સહિતની સાધન સામગ્રીમાં ભાવ વધારો જાેવા મળશે.
એટલે કે જે પિચકારી પાછલા વર્ષે ૨૦૦ રૂપિયામાં મળતી હતી તેના માટે આ વર્ષે ૨૫૦થી ૨૭૦ રૂપિયા ચૂકવવા પડી શકે છે. અમદાવાદમાં વેચાતી પિચકારીઓ દિલ્હી અને ચાઈનાથી મંગાવવામાં આવતી હોય છે. સીઝન પ્રમાણે ધંધો કરતા વેપારીઓએ પિચકારીની ખરીદી શરુ કરી દીધી છે.
આ પછી રાજ્યભરના નાના વેપારીઓ કે જેઓ વિવિધ વેરાયટીનું વેચાણ કરતા હોય છે તેઓ ખરીદી કરવા માટે અમદાવાદ પહોંચી રહ્યા છે. આવામાં તેમને ભાવ વધારો નડી રહ્યો છે એને તે ભાવ વધારો આગળ ગ્રાહક સુધી પહોંચશે.
ચીન ફરી એકવાર કોરોનાની મહામારીના કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે આવામાં ત્યાંથી આવતા માલની અછત છે માટે અમદાવાદમાં મોટાભાગે દિલ્હીથી પિચકારી સહિતનો સામાન મગાવવામાં આવી રહ્યો છે.
શહેરમાં સીઝનલ વેપાર કરતા વેપારીઓ જણાવી રહ્યા છે કે આ વખતે પિચકારીના માલની અછત છે. જેની સાથે પિચકારીઓ મોંઘી પણ થઈ હોવાનું તેમણે જણાવ્યું છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલા વધારાની અસર પણ હોળી પર જાેવા મળશે.
જેના કારણે પિચકારી સહિતના ધૂળેટીમાં ઉપયોગમાં લેવાતા સાધનોના ભાવમાં પણ વધારો જાેવા મળી રહ્યો છે. ધૂળેટીની વહેલી ખરીદી કરવા માટે પહોંચેલા લોકોને પિચકારી સહિતના સામાનનો ભાવ જાણીને આંચકો લાગી રહ્યો છે.SS1MS