Western Times News

Gujarati News

મતદાન માટે સવેતન રજા આપવા જોગવાઈ, ભંગ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી થશે

voting rights for 18 year old

અમદાવાદ, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી ડૉ. ધવલ પટેલની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર આગામી તા. ૦૫/૧૨/૨૦૨૨, સોમવારના રોજ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માટે મતદાન યોજાશે.  ત્યારે જે તે વિસ્તારના ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ

(રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન ઓફ સર્વિસ) એક્ટ-૨૦૧૯ હેઠળ નોંધાયેલ સંસ્થાઓના શ્રમયોગીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ખાસ રજા મંજુર કરવાની રહેશે.

કર્મચારીના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં. આ જોગવાઈ અનુસાર રોજમદાર/કેજ્યુઅલ કામદારો પણ મતદાનના દિવસે રજા અને વેતનના હકદાર રહેશે. જે કોઈ માલિક જોગવાઈ વિરુદ્ધનું વર્તન કરશે તો દંડ અને શિક્ષાને પાત્ર રહેશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.