Western Times News

Gujarati News

ઘરના દરવાજા પર લગાવવામાં આવતાં ડિજીટલ લૉક્સ દ્વારા ઘરેલુ મેનેજમેન્ટમાં ક્રાંતિ આવી

ગોદરેજ લૉક્સના અભ્યાસમાં જાણવા મળી રસપ્રદ માહિતી

 મુંબઈ,ભારતમાં ઘરેલુ મદદની ભૂમિકા માત્ર સહાયતાથી પણ વિશેષ છે; તે સેંકડો પરિવારોના દૈનિક કામકાજનો એક અભિન્ન ભાગ છે. ગોદરેજ લૉક્સ એન્ડ આર્કિટેક્ચર ફિટિંગ્સ એન્ડ સિસ્ટમ્સ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં ઘરેલુ મદદ અંગે ભારતીય પરિવારોની વ્યાપક પ્રમાણમાં નિર્ભરતા હોવાની માહિતી મળી છે.

’સુરક્ષિત રહો, સ્વતંત્ર રહો (લીવ સેફ, લીવ ફ્રિલી), શિર્ષક હેઠળ આ સર્વગ્રાહી અભ્યાસ પરિવારો તથા તેમના ઘરેલું સહાયકો વચ્ચે ઘનિષ્ઠ જોડાણને ઉજાગર કરે છે, તેમાં પરિવારની સહાયતા માટે સમયને લગતા નિયંત્રણો સાથે બાંધછોડ કરવાની ઈચ્છાને લગતા સંકેતો પણ દર્શાવે છે.

મુંબઈ, દિલ્હી, કોલકાતા, બેંગ્લુરુ તથા ભોપાલ સહિતના ભારતના મહત્વના શહેરોમાંથી 2000 ઉત્તરદાતાઓનો સમાવેશ કરીને આ વ્યાપક અભ્યાસ કરવામાં આવ્યો હતો,જેમાં નોંધપાત્ર વલણને રજૂ કરવામાં આવ્યું છે: 49 ટકા સહભાગીઓએ એ વાતનો સ્વીકાર કર્યો કે અત્યંત મહત્વની અપોઇન્ટમેન્ટ્સ માટે જ્યારે સમય નિર્ધારિત હોય છે ત્યારે પણ તેઓ અડધા કલાકથી વધારે સમય માટે પોતાની ઘરેલુ મદદ (હાઉસ હેલ્પ) માટે રાહ જુએ છે.

આ ઉપરાંત, 15 ટકા ઉત્તરદાતાએ તેમના દૈનિક જીવનમાં ઘરેલુ મદદને સર્વોપરિ મહત્વ આપવા વિશેષ ભાર આપ્યો છે, જેથી એક ભાવનાત્મક જોડાણના અહેસાસ અંગે માહિતી મળે છે,જે સહાયતાથી પણ વિશેષ છે.

માહિતી અંગે ટિપ્પણી કરતાં ગોદરેજ લોક્સ એન્ડ આર્કિટેક્ચર ફિટિંગ્સ એન્ડ સિસ્ટમ્સના બિઝનેસ હેડ શ્રી શ્યામ મોટવાનીજણાવ્યું હતું કે, “અમારા અભ્યાસના નિષ્કર્ષની માહિતી જાહેર કરવા ઉપરાંત એક મોટા સામાજીક રુઝાનના સંકેત પણ આપે છે.અમે આધુનિક ભારતીય પરિવારના પડકારો અને અવરોધરૂપ યોજનાના સંચાલનમાં સામેલ વિવિધ જટિલતાઓની ઓળખ કરી છીએ.આમ, અમે એક એવા ઉકેલને રજૂ કરવા અંગે ગર્વ અનુભવી છીએ કે જે ગોદરેજ લૉક્સ દ્વારા વિવિધતા સાથે ડિજીટલ લૉક્સ સાથે સુરક્ષા તથા સુવિધાને પ્રાથમિકતા આપે છે.”

ગુમ કે અન્યત્ર મુકાઈ ગયેલી ચાવીઓને લગતી ચિંતાઓને દૂર કરવા તથા નિયંત્રિત પહોંચ પ્રદાન કરવા માટે ડિઝાઈન કરવામાં આવી છે, ડિજીટલ લોક ઘરેલુ મેનેજમેન્ટ માટે સીમલેસ સોલ્યુશન્સ ઉપલબ્ધ કરાવે છે. એક યુઝર્સને અનુકૂળ એપના માધ્યમથી ઘરના માલિક વિશ્વભરમાં ગમે ત્યાંથી પણ પરિવારના સભ્યો તથા ઘરેલુ મદદ પ્રદાન કરવામાં મદદરૂપ બની શકે છે, જેથી કોઈ જ પ્રકારના અવરોધો વગર નિર્ધારિત સમયનું યોગ્ય પાલનને સુનિશ્ચિત કરી શકાય છે. આ ઉપરાંત, આ ટેકનોલોજી ઘરના માલિકોને તેમના સંકુલમાં પ્રવેશને લઈ નજર રાખવા, સુરક્ષા તથા મનની શાંતિને વધારવામાં પણ સાનુકૂળતા પૂરી પાડે છે.

‘સુરક્ષિત રહો, સ્વતંત્ર રહો (લીવ સેફ, લીવ ફ્રીલી) સંશોધનનો ઉદ્દેશ ઘરેલુ સહાયતાના સંદર્ભમાં માનવ વ્યવહારને સમજવા ઉપરાંત સુરક્ષાત તથા સુવિધા માટે સ્માર્ટ-હોમ ડિવાઈસિસને અપનાવવા અંગે પણ માહિતી મળે છે. પોતાની વ્યાપક પહોંચ તથા વ્યવહારિક નિષ્કર્ષો સાથે આ અભ્યાસ સમકાલીન ભારતીય સમજમાં ઘરેલુ મેનેજમેન્ટને પુનઃવ્યાખ્યાયિત કરવા માટે આધારશીલારૂપ કાર્ય કરે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.