Western Times News

Gujarati News

ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણે આવશે ગુજરાત

અમદાવાદ, ભારતના ગૃહમંત્રી અમિત શાહ ૧૪ અને ૧૫ જાન્યુઆરીને ઉત્તરાયણનો તહેવાર ગુજરાતમાં ઉજવશે. આ વખતે તેઓ અમદાવાદ ઉપરાંત પોતાના સંસદિય મતક્ષેત્ર હેઠળના કલોલમાં પણ પતંગોત્સવની ઉજવણી કરવા જશે તેમ જાણવા મળ્યું છે.

ઉલ્લેખનિય છે કે, ગતવર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર કલોલ મતક્ષેત્રમાં ભાજપનો વિજય થયો છે. અમિત શાહ ઉત્તરાયણનો તહેવાર પોતાના પરીવાર સાથે અમદાવાદમાં ઉજવતા રહ્યા છે.

આ વખતે તેઓ બે દિવસની રજાઓ દરમિયાન ગુજરાતમાં અમદાવાદ ઉપરાંત કલોલમાં પતંગોત્સવ ઉજવશે. તદ્‌ઉપરાંત કચ્છ સરદહે બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોની મુલાકાતનું પણ આયોજન થઈ રહ્યાનું જાણવા મળ્યુ છે.

મકરસંક્રાંતિના દિવસે તેઓ પરિવાર સાથે અમદાવાદના જગન્નાથજી મંદિરે દર્શન કરવા પણ જતા હોય છે. અમિત શાહ કાર્યકરોના ઘરે જઈને તેમની સાથે ચિક્કી અને બારની મજા સાથે પતંગના પેચ લડાવતા હોય છે. અમિત શાહ હંમેશાં તહેવારો પરિવાર સાથે મનાવતા હોય છે અને વારંવાર આવે છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જવાબદારી હોવાથી અમિત શાહ મોટાભાગનો સમય ગુજરાતમાં રહ્યાં હતા. હાલમાં લોકસભાની ચૂંટમી પહેલાં અલગ અલગ રાજ્યો ગજવી રહ્યાં છે. અમિત શાહને ચૂંટણીના ચાણક્ય ગણાય છે.

જેમની રણનીતિ ભાજપને ફાયદો કરાવી રહી છે. મોદીના ખાસ વિશ્વાસું હોવાથી રાજકારણના મોટાભાગના ર્નિણયમાં મોદી અમિત શાહની મંજૂરી જરૂરી સમજે છે. એટલે જ મોદી ગુજરાતથી દિલ્હી ગયા ત્યારે અમિત શાહને પણ દિલ્હી લઈ ગયા હતા

અમિત શાહે સાબિત કરી આપ્યું છે કે મોદી શા માટે અમિત શાહ પર આટલો ભરોસો મૂકે છે. મોદી સરકાર ભરાય ત્યારે અમિત શાહ સંકટ મોચક બનીને સરકારને ઉગારે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.