Western Times News

Gujarati News

કલાકારોને તેમના ઘરના ફેવરીટ કોર્નર પર સૌથી વધુ સમય વિતાવવાનું સૌથી વધુ ગમે છે

બધાને એક એવી જગ્યાની જરૂર હોય છે જ્યાં તેઓ ખરા અર્થમાં પોતાની અંદર રહી શકે. તમારા ઘરમાં તમારો ફેવરીટ કોર્નર (ખૂણો) દરેક માટે અંગત રિટ્રીટ તરીકે કામ કરે છે. એન્ડટીવીના કલાકારો તેમને તેમનો સમય સૌથી વધુ જ્યાં વિતાવવાનું ગમે છે તે તેમનાં ઘરના વિશેષ ખૂણા વિશે વાત કરે છે. આમાં મનીષા અરોરા (મહુઆ, દૂસરી મા), હિમાની શિવપુરી (કટોરી અમ્મા, હપ્પુ કી ઉલટન પલટન) અને શુભાંગી અત્રે (અંગૂરી ભાભી, ભાભીજી ઘર પર હૈ)નો સમાવેશ થાય છે.

દૂસરી માની મનીષા અરોરા ઉર્ફે મહુઆ કહે છે, “મારા મુંબઈના ઘરના હાર્દમાં મેં અંગત માસ્ટરપીસ ઘડી કાઢ્યો છે, જે રિલેક્સ અને ખુશીનું સ્વર્ગ છે. તેમાં બે આમંત્રિત સોફા, મજેદાર સેન્ટર ટેબલ અને તેની ઉપર સુંદર બુકશેલ્ફ શોભે છે. મારું વિઝન સાદગી છે. આ મજેદાર સ્વર્ગ નિર્ભેળ આનંદ માટે મારી મનગમતી જગ્યા છે, હું અહીં હોઉં ત્યારે જીવન સુખદ સાહસ જેવું લાગે છે.

આ અંગત જગ્યામાં હું પુસ્તકો વાંચું છું, સારી મુવીઝ જોઈને સમય વિતાવું છું અને મારા મનગમતા સંગીતા તાલે નૃત્ય પણ કરું છું. આ ખૂણાનો ચમત્કાર મને હંમેશાં ખુશી આપે છે. આ જગ્યામાં મારી બધી સિક્રેટ્સ છુપાયેલી છે (હસે છે). આ વિશ્વાસુ જેવું છે, જે મારા ભીતરના વિચારોને સુરક્ષિત રાખે છે.

જોકે આટલું જ નહીં, આ જગ્યા સ્વ-પ્રદર્શિત પણ કરે છે. હું મારું કામ બારીકાઈથી પરીક્ષણ કરું છું અને તેને નવી ઊંચાઈએ લઈ જવાની રીત વિશે વિચારું છું. અહીંનું વાતાવરણ આહલાદક છે અને મારા વિચારોથી ઘેરાયેલું છે, જે મને અસીમિત ખુશી અને હકારાત્મકતાથી ભરી દે છે. આ મારો કમ્ફર્ટ ઝોન છે, જ્યાં હું કલ્પના અને ક્રિયાત્મકતાના વિચારોની ખોજ કરવા માટે ઘણો સમય વિતાવું છું. આ નાના ખૂણામાં ચમત્કાર સર્જાય છે!”

હપ્પુ કી ઉલટન પલટનની હિમાની શિવપુરી ઉર્ફે કટોરી અમ્મા કહે છે, “મારા ઘરમાં મારા સોફાનો અંતિમ ખૂણો મારા મનમાં વિશેષ સ્થાન ધરાવે છે. તે બાલ્કનીની સન્મુખ છે, જે હવાફેર માટે ઉત્તમ જગ્યા છે. હું અહીં વાંચન કરું છું, મારો ફોન સ્ક્રોલ કરું છું, ટીવી જોઉં છું અથવા રિલેક્સ કરું કે શાંતિથી ઝોકું પણ ખાઈ લઉં છું.

આ મજેદાર ખૂણો મારા પુત્ર સાથે મૈત્રીપૂર્ણ વાર્તાલાપ માટે આદર્શ છે. અહીં નૈસર્ગિક ઉજાશ, તાજગીપૂર્ણ હવા અને નયનરમ્ય નજારો તેને વધુ અદભુત બનાવે છે. મારા ઘરની અંદર આ નિર્મળ જગ્યા છે. મેં અહીં મારી લાઈબ્રેરી નિર્માણ કરી છે, જેમાં મારાં બધાં ફેવરીટ પુસ્તકો છે. હું દિવસના કોઈ પણ સમયે વાંચન અને લેખનની ચમત્કારી દુનિયામાં ખોવાઈ જાઉં છું. આપણા રુટીન અને કમ્ફર્ટ આપણા મૂડ સાથે બદલાઈ શકે છે, પરંતુ આ ખૂણો જ મારા તાણ હળવો કરવાનું કામ કરે છે. આ પવિત્રતાનું મારું નાનું સ્વર્ગ છે, જ્યાં હું દુનિયાથી દૂર જઈને જીવનની સહજ ખુશીમાં શાંતિ શોધું છું.”

ભાભીજી ઘર પર હૈની શુભાંગી અત્રે ઉર્ફે અંગૂરી ભાભી કહે છે, “અમારું ઘર મારી પુત્રી અને મારી વચ્ચે પ્રેમનું અજોડ સ્થાન છે. તે વિશેષ રત્ન છે. મારા લિવિંગ રૂમની બાલ્કની મારા મનગમતાં છોડથી શોભે છે. આ બોલકણી જગ્યા મને પ્રકાશની ઊની ચમક વચ્ચે રોચક પુસ્તકોમાં ડૂબકીઓ લગાવા સાથે ગરમાગરમ કોફીની ચુસકીઓ લેવા માટે મને આમંત્રિત કરે છે.

હું અહીં દોરવાઈ જાઉં છું, બેસું છું અને મારાં છોડ સાથે ગીત ગાઉં છું, તેમની વૃદ્ધિ અને ફૂલવાફાલવા માટે તેમનું પોષણ કરું છું. અમારા લિવિંગ રૂમમાં ભરપૂર સૂર્યપ્રકાશ હોવાથી મારી પુત્રી અને હું અમે ચૂંટેલા ડેકોર સાથે તેને પ્રેમથી શણગારીએ છીએ. જોકે બાલ્કની મારું મન સૌથી વધુ મોહિત કરે છે. અહીં અત્યંત જીવંત, ક્રિયાત્મક અને સંતુષ્ટ લાગે છે. ઠંડો પવન અને હરિયાળી શાંતિપૂર્ણ હવાફેર નિર્માણ કરે છે. આ આરામદાયક અને આનંદિત સ્થળ છે, જ્યાં હું નિસર્ગ સાથે ગુમ થઈ જાઉં છું.”

ખરેખર ઘર છે ત્યાં હૃદય છે! તમારા ફેવરીટ એન્ડટીવીના કલાકારોને જોતા રહો અને તમારા ઘરના ફેવરીટ ખૂણામાં રિલેક્સ કરતાં કરતાં તેમનું કામ જુઓ, દૂસરી મા રાત્રે 8.00, હપ્પુ કી ઉલટન પલટન રાત્રે 10.00 અને ભાભીજી ઘર પર હૈ રાત્રે 10.30 વાગ્યાથી, દરેક સોમવારથી શુક્રવાર, ફક્ત એન્ડટીવી પર!

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.