લાંબી અને પ્રસંશનીય સેવાઓ બદલ અમદાવાદના 2 હોમગાર્ડ્ઝનો સમાવેશ
૧૫મી ઓગષ્ટ, ૨૦૨૨ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે મહામહિમ રાષ્ટ્રપતિશ્રી હોમગાર્ડ્ઝ મેડલની યાદી જાહેર-લાંબી અને પ્રસંશનીય સેવાઓ બદલ ગુજરાતના પાંચ હોમગાર્ડ્ઝનો સમાવેશ
૧૫મી ઓગષ્ટ, ૨૦૨૨ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે મહામહિમ રાષ્ટ્રપતિશ્રીના મેડલ જાહેર કરવામાં આવ્યાં છે. લાંબી અને પ્રશંસનીય સેવાઓ બદલ મહામહિમ રાષ્ટ્રપતિશ્રીના ચંદ્રકો હોમગાર્ડઝ દળ/ નાગરિક સંરક્ષણ તંત્રના માનદ્ અધિકારીશ્રી/ સભ્યોને એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે એમ સિનીયર સ્ટાફ ઓફિસર, હોમગાર્ડઝ કચેરી, એમદાવાદની યાદીમાં જણાવવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ મેડલ માટે જાહેર થયેલા નામોની યાદી નીચે મુજબ છે –
૧. શ્રી ગોવિંદભાઇ કેશાભાઇ પ્રજાપતિ, હેડ ક્લાર્ક & ઇન્ચાર્જ જુનીયર સ્ટાફ ઓફિસર, વડી કચેરી, અમદાવાદ
૨. શ્રી હેમજીભાઇ હરજીભાઇ પરમાર, નાયક, બોર્ડરવિંગ હોમગાર્ડઝ,બટા. નં. ૧ પાલનપુર
૩. શ્રી દશરથસિંહ જેઠાજી ચાવડા, સુબેદાર કંપની કમાન્ડર, બોર્ડરવિંગ હોમગાર્ડઝ, બટા. નં. ૧, પાલનપુર
૪. શ્રી મોહમ્મદ મકસુદ કાલુમિયા મલેક, ડેપ્યુટી ડીવીઝનલ વોર્ડન, નાગરિક સંરક્ષણ, અમદાવાદ શહેર
૫. શ્રી મોહંમદનવેદ અબ્દુલ રઝાક શેખ, ડેપ્યુટી ચીફ વોર્ડન, નાગરિક સંરક્ષણ સુરત શહેર