હાઈ બીપીની સમસ્યા છે, તો આ ઘરગથ્થુ ઉપચારો કરો
લસણ, આંબળા, મેથી, મધ, ડુંગળીનો રસ, આદુ અને તડબૂચ હાઈ બીપીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
હાઈ બ્લડપ્રેશર એ અનિયંત્રિત જીવનશૈલીનું પરિણામ છે. તેને હાઈપરટેન્શન અથવા હાઈ બીપી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એવી મેડિકલ કંડિશન છે જેમાં ધમનીઓમાં બ્લડપ્રેશર સામાન્ય કરતા વધુ ઝડપી રહે છે.
સામાન્ય સ્થિતિમાં લોહીનો પ્રવાહ ૧ર૦/૮૦થી નીચે રહે છે. બ્લડ પ્રેશર વધે એટલે પ્રવાહની ઝડપ વધે છે. આ બાબત ગંભીર છે તેનાથી કિડની, ધમનીઓ અને હ્ય્દય પર ખરાબ અસર પડી શકે છે.
બ્લડપ્રેશરના સામાન્ય કારણોમાં મેદસ્વિતા, આનુવંશિકતા, અતિશય આલ્કોહોલનું સેવન, વધુ પડતું મીઠું ખાવું, કસરતનો અભાવ, તણાવ, પેઈનકિલર પિલ, કિડની રોગ સામેલ છે. અનિયંત્રિત હાઈ બ્લડપ્રેશર મગજની રક્ત વાહિનીઓને નબળી પાડીને સ્ટ્રોકનું કારણ પણ બની શકે છે. હાઈ બ્લડપ્રેશરથી પીડાતા લોકોને ઘણી દવાઓ આપવામાં આવે છે, પરંતુ બ્લડપ્રેશર ઘટાડવા માટે તમે કેટલાક સરળ કુદરતી ઘરેલુ ઉપાયો પણ અજમાવી શકો છો.
લસણ ઃ તમે ખોરાક બનાવવા માટે લસણનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત એક ચમચી મધ અને એક કળી લસણ સવાર સાંજ લેવાથી પણ ફાયદો થાય છે. લસણનો ઉપયોગ કરીને અનિયંત્રિત બ્લડપ્રેશરને નિયંત્રિત કરી શકાય છે.
આમળાં ઃ એક ગ્લાસ પાણીમાં બે ચમચી આમળાંનો રસ મિકસ કરો અને તે રોજ સવારે ખાલી પેટ લો. આમળાંનો ઉપયોગ ઘરે બીપીની સારવાર માટે થઈ શકે છે. આમળામાં હાયપોલિપિડેમિક અને એન્ટિહાઈપટિંગ હોય છે જે બીપીને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
મેથી ઃ એક ગ્લાસ ગરમ પાણીમાં અડધી ચમચી મેથીના દાણા નાખો. પછી તેને આખી રાત પલળવા દો. હવે સવારે ઉઠો ત્યારે ખાલી પેટે આ પાણી પીઓ. હાઈ બીપીના ઘરેલુ ઉપચારમાં મેથીનો સમાવેશ થાય છે. મેથી વધારે વજનને કારણે વધતા કોલેસ્ટ્રોલને ઘટાડીને હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકે છે.
મધ ઃ સૌ પ્રથમ હુંફાળુ પાણી લો. ત્યારબાદ પાણીમાં મધ ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે મધનું પાણી પીઓ. મધ બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. મધમાં રહેલા કવેરસેટિન વધતાં બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકે છે. એવું માનવામાં આવે છે કે, મધના ઉપયોગથી લોહીનું દબાણ જરૂર કરતા વધુ ઓછું થઈ શકે છે.
ડુંગળીનો રસ ઃ ડુંગળીના રસને મધ સાથે સારી રીતે મિક્સ કરી નાખો. તેને દિવસમાં બે વખત સવાર અને સાંજ એક સરખા પ્રમાણમાં પીવો. ડુંગળીના પડમાં કવેરસેટિન નામનો પોલિફેનોલ જાેવા મળે છે. આ સંયોજન હાઈ બ્લડપ્રેશરને નિયંત્રિત કરવામાં ખૂબ જ મદદરૂપ માનવામાં આવે છે.
આદું ઃ તમે આદુંને ક્રશ કરીને પી શકો છો અથવા પાઉડરના રૂપમાં પાણીમાં નાખી પી શકો છો. આ ઉપરાંત તમે રસોઈમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો અને વૈકલ્પિક રીતે તમે આદુંવાળી ચા પી શકો છો. આદુંના ઉપયોગથી બીપીને કંટ્રોલ કરી શકાય છે.
તરબૂચ ઃ તાજા તરબુચના નાના ટુકડા કરી દરરોજ લગભગ એક વાટકી ખાઈ શકો છો. તરબૂચ ફાયદાકારક ફળ છે. આ ફળને હાલ બ્લડપ્રેશરથી બચવા માટે ખાઈ શકાય છે. તરબૂચમાં એમિનો એસિડ એલ-સાઈટ્રલિન હોય છે. આ એમિનો એસિડ હાઈ બ્લડપ્રેશર ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. હાઈ બ્લડપ્રેશર ધરાવતા દર્દીઓ માટે તેનું સેવન સારું હોવા છતાં તે હાઈ ગ્લાયકેમિક ઈન્ડેકસ આહાર છે જેથી ડાયાબિટીસના દર્દીઓએ તેનું વધુ પડતું સેવન ન કરવું જાેઈએ.