હોન્ડા 2વ્હીલર્સે SP125 સીકેડી કિટ સાથે યુરોપના બજારમાં નિકાસ વધારી
નવી દિલ્હી, હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (એચએમએસઆઈ)એ 125 સીસી, એડવાન્સ અને સ્ટાઇલિસ મોટરસાયકલ – SP125ની યુરોપમાં નિકાસની જાહેરાત કરી હતી. મોટરસાયકલની નિકાસ સીકેડી રુટ મારફતે થાય છે.
આ સફળતા પર હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનાં મેનેજિંગ ડાયરેક્ટર, પ્રેસિડન્ટ અને સીઇઓ શ્રી આત્સુશી ઓગાતાએ કહ્યું હતું કે, “ભારતીય ઓટોમોબાઇલ ઉદ્યોગ માટે BSIVથી BSVIનો તબક્કો પડકારજનક હતો. હોન્ડા 2વ્હીલર્સ ઇન્ડિયાએ આ પડકારને વિકસિત દેશોમાં નિકાસ કરવાની તકમાં ફેરવી હતી
અને યુરોપમાં અમારા 125સીસી મોટરસાયકલ SP125ની સીકેડી કિટની નિકાસ શરૂ કરી છે. આ અમારી શ્રેષ્ઠ ગુણવત્તા અને ટેકનોલોજીનો તેમજ અમારી આંતરરાષ્ટ્રીય કામગીરીમાં વધારાની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. અમે ભવિષ્યમાં ઘણા નવા બજારમાં પહોંચવા આતુર છીએ.”
ઓગસ્ટ, 2020થી યુરોપમાં 125સીસી મોટરસાયકલ SP125ની 2000થી વધારે સીકેડી કિટ ધરાવતા કન્સાઇન્મેન્ટને મોકલવામાં આવ્યાં છે.
અહીં ઉલ્લેખનીય છે કે, SP125 ગયા વર્ષે (નવેમ્બર, 2019) ભારતમાં હોન્ડા દ્વારા લોંચ થયેલું ભારતનું પ્રથમ BSVI મોટરસાયકલ હતું. 19 નવી પેટન્ટ એપ્લિકેશન્સ સાથે સજ્જ બ્રાન્ડ ન્યૂ SP125 BSVI 16 ટકા વધારે માઇલેજ આપતી eSP ટેકનોલોજી ધરાવતા સંપૂર્ણપણે નવું 125cc HET એન્જિન ધરાવે છે
તથા SP125માં 9 સેગમેન્ટ ફર્સ્ટ ટેકનોલોજી અને ખાસિયતો ધરાવે છે (ફૂલ ડિજિટલ મીટર, ડિસ્ટન્સ ટૂ એમ્પ્ટી, સરેરાશ ઇંધણદક્ષતા, રિયલ-ટાઇમ ઇંધણદક્ષતા, LED DC હેડલેમ્પ, એન્જિન સ્ટાર્ટ/સ્ટોપ સ્વિચ, ઇન્ટિગ્રેટેડ હેડલેમ્પ બીમ/પાસિંગ સ્વિચ, ઇકો ઇન્ડિકેટર, ગીઅર પોઝિશન ઇન્ડિકેટર).
અત્યારે SP125 BSVIનું ઉત્પાદન હોન્ડા 2વ્હીલર્સના રાજસ્થાનમાં તાપુકારા પ્લાન્ટમાં થાય છે. હોન્ડા 2વ્હીલર્સ ઇન્ડિયાએ વર્ષ 2001માં એના પહેલા મોડલ એક્ટિવા સાથે ભારતમાંથી નિકાસ શરૂ કરી હતી. અત્યારે હોન્ડાને એશિયા, મધ્ય પૂર્વ અને લેટિન અમેરિકાના 25 વિવિધ નિકાસ બજારોમાં 18 ટૂ-વ્હીલર મોડલના એના નિકાસ પોર્ટફોલિયો સાથે 25 લાખથી વધારે ગ્રાહકો હોવાની ખુશી છે.