હોન્ડા 2વ્હીલર્સ ઇન્ડિયાએ અમદાવાદમાં બિગવિંગનું ઉદ્ઘાટન કર્યું
· પ્રીમિયમ મોટરસાયકલ (300સીસીથી 500 સીસી)ની એક્સક્લૂઝિવ રેન્જ સાથે સવારીનાં શોખીનોને રોમાંચ પૂરો પાડે છે
અમદાવાદ, H’ness- CB350 સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં મિડ-સાઇઝ મોટરસાયકલ સેગમેન્ટમાં ધમાકેદાર પ્રવેશ કર્યા પછી હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા લિમિટેડ (એચએમએસઆઈ)એ આજે ગો રાઇડિંગ સ્પિરિટ સાથે પ્રીમિયમ બિગ બાઇક બિઝનેસ વર્ટિકલ અમદાવાદમાં હોન્ડા બિગવિંગ (સરનામું: શોપ નંબર 1, થર્ડ આઈ, સીજી રોડ, અમદાવાદ – 380015)નું ઉદ્ઘાટન કર્યું હતું.
અમદાવાદમાં બિગવિંગના ઉદ્ઘાટન પર બોલતા હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનાં સેલ્સ એન્ડ માર્કટિંગના ડાયરેક્ટર શ્રી યાદવિન્દર સિંહ ગુલેરિયાએ કહ્યું હતું કે, “સપ્ટેમ્બરમાં અમારી લેટેસ્ટ ગ્લોબલ મોટરસાયકલ H’ness- CB350એ મિડ-સાઇઝ મોટરસાયકલ રાઇડરો માટે નવો રોમાંચ પ્રસ્તુત કર્યો હતો
અને એને શરૂઆતમાં પ્રાપ્ત થયેલો અતિ પ્રોત્સાહનજનક છે. અમારું આગામી પગલું હોન્ડા બિગવિંગ (હોન્ડાના એક્સક્લૂઝિવ પ્રીમિયમ મોટરસાયકલ નેટવર્ક)નું વિસ્તરણ કરવાનો છે, જેથી ગ્રાહકને ખરાં અર્થમાં સંપૂર્ણ અને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરી શકાશે. આજે અમને અમદાવાદમાં બિગવિંગનું ઉદ્ઘાટન કરવાની ખુશી છે. આ નવા પ્રીમિયમ આઉટલેટ સાથે અમારો ઉદ્દેશ હોન્ડાનાં રોમાંચક મોટરસાયકલોને અમદાવાદમાં અમારા પ્રીમિયમ મોટરસાયકલની મિડ-સાઇઝ રેન્જને ગ્રાહકોને નજીક લઈ જવાનો છે”
નોંધપાત્ર બાબત એ છે કે, હોન્ડા 2વ્હીલર્સ ઇન્ડિયાએ ગયા વર્ષે ગુરગાંવમાં બિગવિંગ ટોપલાઇનનું ઉદ્ઘાટન કરીને એના પ્રીમિયમ મોટરસાયકલ બિઝનેસ નેટવર્કનો પાયો નાંખ્યો હતો. આગળ જતાં ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં હોન્ડા દેશભરમાં બિગવિંગ આઉટલેટની સંખ્યા વધારીને 50 કરશે.
હોન્ડાનાં પ્રીમિયમ મોટરસાયકલની રિટેલ ફોર્મેટ ટોચના મેટ્રોમાં બિગવિંગ ટોપલાઇન અને માગ ધરાવતા અન્ય કેન્દ્રોમાં બિગવિંગ દ્વારા સંચાલિત છે. જ્યારે ઉત્કૃષ્ટ હોન્ડા બિગવિંગ ટોપલાઇનમાં હોન્ડાની સંપૂર્ણ પ્રીમિયમ મોટરસાયકલની રેન્જ સામેલ હશે, જેમાં નવા મેજેસ્ટિક H’ness-CB350, 2020 CBR1000RR-R ફાયરબ્લેડ, 2020 CBR1000RR-R ફાયરબ્લેડ SP અને એડવેન્ચર ટૂરર 2020 આફ્રિકા ટ્વિન એડવેન્ચર સ્પોર્ટ્સ સામેલ હશે. બિગવિંગ્સ હોન્ડાના મિડ-સાઇઝ મોટરસાયકલનાં ચાહકોને ખુશ કરશે.
બ્લેક અને વ્હાઇટ મોનોક્રોમેટિક થીમ સાથે બિગવિંગ વાહનોને સંપૂર્ણ ચમક સાથે દર્શાવે છે. ગ્રાહકનાં ઉત્પાદન સાથે સંબંધિત પ્રશ્રો કે એક્સેસરીઝની જાણકારીનું સમાધાન બિગવિંગમાં કુશળ, જાણકાર વ્યાવસાયિકો કરે છે. શોધથી લઈને ખરીદી સુધીની સફરને સરળ બનાવવા પ્રતિબદ્ધ વેબસાઇટ www.HondaBigWing.in પર તમામ માહિતી ઉપલબ્ધ છે.
વેબસાઇટ પર ઓનલાઇન બુકિંગનો વિકલ્પ તેમની આંગળીના ટેરવે ગ્રાહકો માટે બુકિંગનાં અનુભવને ઝડપી, સરળ અને પારદર્શક બનાવે છે. રિયલ ટાઇમમાં ગ્રાહક પાસેથી પ્રતિસાદ મેળવવા હોન્ડા બિગવિંગ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સક્રિયપણે ઉપલબ્ધ છે. ગ્રાહકો માટે સવારીનો આનંદ બમણો કરવા અને નવી તકો વધારવા વિવિધ એક્સેસરીઝની રેન્જ અને રાઇડિંગ ગીયર સાથે પ્રતિબદ્ધ કોર્નર પણ ઉપલબ્ધ છે.