હોન્ડાએ 800મો FIM વર્લ્ડ ચેમ્પિયનશિપ ગ્રાં પ્રીંમાં વિજય મેળવ્યો
હોન્ડા મોટો3 રાઇડર જૌમે મેસિયા (લીઓપાર્ડ રેસિંગ NSF250RW) સ્પેનમાં મોટરલેન્ડ અરાગોનમાં FIM*1 વર્લ્ડ ચેમ્પિયનશિપ ગ્રાન્ડ પ્રીંની 2020ના રાઉન્ડ 12માં મોટો3 ક્લાસમાં વિજય મેળવ્યો હતો. 1961માં પ્રથમ વર્લ્ડ ગ્રાં પ્રી રેસમાં હોન્ડાના સ્પેનિશ ગ્રાં પ્રીની 125સીસી ક્લાસમાં વિજયની શરૂઆત કરનાર હોન્ડાએ 800*2મો ગ્રાં પ્રી વિજય મેળવ્યો છે.
વર્ષ 1954માં હોન્ડાના સ્થાપક સોઇચિરો હોન્ડાએ એ સમયની પ્રીમિયર મોટર સ્પોર્ટ્સ ઇવેન્ટ ધ આઇલ ઓફ મેન ટીટીમાં પ્રવેશ કરવાની જાહેરાત કરી હતી, જેનો ઉદ્દેશ “વિશ્વમાં શ્રેષ્ઠ બનવાના સ્વપ્નને સાકાર” કરવાનો હતો. રેશિંગ મશીન વિકસાવ્યાના પાંચ વર્ષ પછી હોન્ડાએ પ્રથમ જાપાનીઝ મોટરસાયકલ ઉત્પાદક તરીકે ધ આઇલ ઓફ મેન ટીટી રેસમાં પ્રવેશ મેળવ્યો હતો.
પછીના વર્ષે 1960માં હોન્ડાએ એફઆઇએમ રોડ રેસિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપના 125સીસી અને 250સીસી ક્લાસમાં સ્પર્ધા કરવાની શરૂઆત કરી હતી તથા 1961માં ટોમ ફિલિસે સીઝિનની શરૂઆતમાં સ્પેનિશ ગ્રાં પ્રીંમાં વિજય અપાવ્યો હતો, જે હોન્ડાનો પ્રથમ વિજય હતો.
પછી અત્યાર સુધી હોન્ડાએ 50સીસી અને 350સીસીમાં 1962માં અને 1966માં 500સીસી ક્લાસમાં પ્રવેશ કર્યો હતો તેમજ તમામ પાંચ ક્લાસમાં વર્ષ 1966માં વિજય મેળવ્યો હતો. 1967ની સિઝનના અંતે જ્યારે હોન્ડાએ એની ફેક્ટરી રેસિંગ એક્ટિવિટી અટકાવી હતી અને 11 વર્ષ પછી ફરી શરૂ કરી હતી, ત્યાં સુધી કુલ 138 ગ્રાં પ્રીં વિજય મેળવ્યા હતા.
વર્ષ 1979માં હોન્ડાએ 500સીસી ક્લાસમાં એફઆઇએમ રોડ રેસિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ રેસિંગમાં પુનરાગમન કર્યું હતું.
એના ત્રણ વર્ષ પછી 1982માં અમેરિકન રાઇડર ફ્રેડી સ્પેન્સરે બેલ્જિયમમાં રાઉન્ડ 7માં એના હોન્ડા NS500 પર વિજય મેળવ્યો હતો, જે વર્લ્ડ ગ્રાં પ્રીં રેસિંગમાં પુનરાગમન પછી એનો પ્રથમ વિજય હતો. પછી હોન્ડાએ 125સીસી અને 250સીસી ક્લાસમાં ગ્રાં પ્રીંમાં વિજય મેળવ્યો હતો.
પરિણામે હોન્ડાએ વર્ષ 2001માં એનો 500મો વિજય મેળવ્યો હતો, જેમાં ઇટાલિયન રાઇડર વેલેન્ટિનો રોસ્સીએ 500સીસી ક્લાસમાં સીઝનની શરૂઆતમાં જાપાન ગ્રાં પ્રીંમાં વિજય મેળવ્યો હતો. વર્ષ 2015માં માર્ક માર્કીઝે હોન્ડા RC213V પર હોન્ડાને 700મો ગ્રાં પ્રીં વિજય અપાવ્યો હતો, જેમાં તેમણે અમેરિકાના ઇન્ડિયાનામાં ઇન્ડિયાના પોલીસ મોટર સ્પીડવે પર 10મા રાઉન્ડમાં મોટોજીપી ક્લાસમાં વિજય મેળવ્યો હતો.
હોન્ડા મોટર કંપની લિમિટેડનાં પ્રેસિડન્ટ, સીઇઓ અને રિપ્રેઝન્ટેટિવ ડાયરેક્ટર તાકાહિરો હાશિગોએ કહ્યું હતું કે, “મને હોન્ડાના 800મા એફઆઇએમ વર્લ્ડ ચેમ્પિયનશિપ ગ્રાં પ્રીંમાં વિજય બદલ ગર્વ છે. હું દુનિયાભરમાં હોન્ડાના પ્રશંસકોનો આભાર માનું છું, જેમણે હોન્ડાની રેસિંગ એક્ટિવિટીને સતત સાથસહકાર આપ્યો છે.
હું વર્ષ 1959થી અનેક સમસ્યાઓનો સામનો કરીને ઉત્સાહ અને નિષ્ઠા સાથે અમને સતત વિજય અપાવનાર તમામ રાઇડરનો આભાર માનું છું. હોન્ડા આને સીમાચિહ્નરૂપ વિરામ માને છે અને વિજય મેળવવા સતત ઉત્સાહભેર ભાગ લેશે. અમે તમારો સતત સાથસહકાર મેળવવા આતુર છીએ.”