હોન્ડા કાર્સ દ્વારા સમગ્ર ભારતમાં તેની તમામ ડીલરશિપ ખાતે બૉડી એન્ડ પેઇન્ટ સર્વિસ કેમ્પ યોજવામાં આવ્યો
ભારતમાં પ્રીમિયમ કારની અગ્રણી ઉત્પાદનકર્તા હોન્ડા કાર્સ ઇન્ડિયા લિ.એ આજે તેના સન્માનિત ગ્રાહકો માટે ‘બૉડી એન્ડ પેઇન્ટ સર્વિસ કેમ્પ’ની જાહેરાત કરી છે. આ કેમ્પ મારફતે હોન્ડા કાર્સે તેના ગ્રાહકોને પોતાની હોન્ડા કારને ફરીથી નવા જેવો દેખાવ આપવાનો મોકો આપ્યો છે. આ કેમ્પની મદદથી હોન્ડાના ગ્રાહકો એક સમયે તેમની કારના જે લૂકમાં મોહી પડ્યાં હતાં તેને પાછો મેળવી શકશે. ભારતના તમામ અધિકૃત હોન્ડા સર્વિસ આઉટલેટ્સ ખાતે આ ગ્રાહક-કેન્દ્રી પહેલ 14 સપ્ટેમ્બર, 2020થી શરૂ થશે અને 26 સપ્ટેમ્બર, 2020 સુધી ચાલશે.
https://westerntimesnews.in/news/72165
આ પહેલ અંગે વાત કરતાં હોન્ડા કાર્સ ઇન્ડિયા લિ.ના માર્કેટિંગ અને સેલ્સના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને ડિરેક્ટર શ્રી રાજેશ ગોયલે જણાવ્યું હતું કે, ‘‘અમારા ગ્રાહકોને કાર ખરીદવાનો આનંદ તથા કારની માલિકીનો ચઢિયાતો અનુભવ પૂરો પાડવાનો અમારો વાયદો નિભાવવા માટે સમગ્ર ભારતના હોન્ડા ડીલરો આ બૉડી એન્ડ પેઇન્ટ સર્વિસ કેમ્પનું આયોજન કરી રહ્યાં છે. આ કેમ્પ ગ્રાહકોને તેમની કારની જાળવણી કરવામાં અને લૉકડાઉનના સમયગાળા બાદ તેમની કારના દેખાવને ફરીથી નવા જેવો બનાવવામાં મદદરૂપ થશે. અમે અમારા ગ્રાહકોને આ કેમ્પ દરમિયાન પૂરાં પાડવામાં આવી રહેલા લાભ મેળવવાની તથા આપના વ્હાલસોયા વાહનની ‘કાયાપલટ’ કરવાની તક ઝડપી લેવાની વિનંતી કરીએ છીએ.’‘
https://westerntimesnews.in/news/69433
આ 13 દિવસનો બૉડી એન્ડ પેઇન્ટ સર્વિસ કેમ્પ હોન્ડાના ગ્રાહકોને અનેકવિધ લાભ પૂરાં પાડશે, જેમાં બૉડી અને પેઇન્ટ રીપેરમાં ગ્રાહકે ચૂકવવાના થતાં નાણાં પર લેબર તથા બમ્બર, વિન્ડશીલ્ડ અને સાઇડ મિરર જેવા પસંદગીના પાર્ટ્સ પર આકર્ષક ઑફરો; ઇન્ટીરિયર સુધારવું, પેઇન્ટ ટ્રીટમેન્ટ અને બ્યુટિફિકેશન તથા કારના એકંદર સેનિટાઇઝેશનનો સમાવેશ થાય છે. ગ્રાહકોને આ કેમ્પ દરમિયાન ટૉપ વૉશ તથા બૉડી અને પેઇન્ટનું મૂલ્યાંકન જેવી ફ્રી સેવાઓ તથા વધુમાં બેટરીની બાય બૅક ઑફર પૂરી પાડવામાં આવશે.
ગ્રાહકોને ડીલરશિપની મુલાકાત લેતા પહેલાં હોન્ડા કાર્સ ઇન્ડિયાની વેબસાઇટ, હોન્ડા કનેક્ટ એપ મારફતે અથવા ડીલરશિપનો સીધો સંપર્ક કરીને સર્વિસ એપોઇન્ટમેન્ટ લઈ લેવાની સલાહ આપવામાં આવે છે. કોવિડ-19ના સલામતી સંબંધિત પ્રોટોકોલના ભાગરૂપે એચસીઆઇએલ ડીલરશિપ અને વર્કશૉપ્સ સામાજિક અંતર જાળવવાની સાથે સલામતીના તમામ પગલાં અને માર્ગદર્શિકાઓનું પાલન કરી રહ્યાં છે, જેથી કરીને ગ્રાહકોને સલામતીપૂર્વક સેવા પૂરી પાડી શકાય.