હની સિંહને ભારતીય રેપ સંગીતમાં ક્રાંતિ લાવવાનો શ્રેય પણ આપવામાં આવે છે
મુંબઈ, ભારતમાં રેપિંગ નવી ઊંચાઈએ છે. ઘણા પ્રતિભાશાળી રેપર્સ તેમની પ્રતિભા બતાવી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય સંગીતમાં તેમનો પ્રભાવ વધ્યો છે. આલિયા ભટ્ટ અને રણવીર સિંહની ફિલ્મ ‘ગલી બોય’ રેપિંગ પર આધારિત હતી, જેના રેપ ગીત ‘અપના ટાઈમ આયેગા’ અને ‘મેરી ગલી મેં’ ખૂબ ફેમસ થયા હતા.
યો યો હની સિંહ, બાદશાહ અને દિવંગત ગાયક સિદ્ધુ મૂસેવાલા પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ પ્રખ્યાત છે. યો યો હની સિંહ, જેને હિપ હોપ સાથે પોપ મ્યુઝિકને મર્જ કરવાનો શ્રેય આપવામાં આવે છે, તેને ભારતીય રેપ સંગીતમાં ક્રાંતિ લાવવાનો શ્રેય પણ આપવામાં આવે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યો યો હની સિંહ પાસે પુષ્કળ સંપત્તિ અને પ્રસિદ્ધિ છે. તેમની કુલ સંપત્તિ લગભગ ઇં૨૫ મિલિયન છે, જે ભારતીય રૂપિયામાં અંદાજે રૂ. ૧૦૮ કરોડ છે. હની સિંહ પંજાબના હોશિયારપુરનો છે. તેનો જન્મ ૧૫ માર્ચ ૧૯૮૩ના રોજ પંજાબી પરિવારમાં થયો હતો. તે ‘બ્રાઉન રંગ’, ‘બ્લુ આઈઝ’, ‘લવ ડોઝ’, ‘દેશી કલક’ જેવા રેપ ગીતોને કારણે ફેમસ થયો હતો.
હની સિંહને થોડા જ સમયમાં લોકપ્રિયતા મળી. તેણે પોતાના કરિયરની શરૂઆત પંજાબી ગીતો ગાઈને કરી હતી. યો યો હની સિંહનું સાચું નામ હૃદેશ સિંહ છે. તેણે યુકે ટ્રિનિટી સ્કૂલમાંથી સંગીતનું શિક્ષણ લીધું. ત્યારબાદ ગાયક તેના પરિવાર સાથે દિલ્હીમાં રહેવા આવ્યો અને તેણે ૨૦૧૧માં તેનું પહેલું આલ્બમ ‘ઈન્ટરનેશનલ વિલેજર’ બહાર પાડ્યું. હની સિંહે ‘શકલ પે મત જા’ ગીતથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
તેના આલ્બમ ‘ઈન્ટરનેશનલ વિલેજર’નું ‘અંગ્રેઝી બીટ’ ગીત દીપિકા પાદુકોણની ફિલ્મ ‘કોકટેલ’માં લેવામાં આવ્યું હતું. બાદમાં તેણે શાહરૂખ ખાનની ફિલ્મ ‘ચેન્નઈ એક્સપ્રેસ’ અને ‘બોસ’ માટે ગીતો કંપોઝ કર્યા. તેણે ‘મેરે ડૅડ કી મારુતિ’, ‘બજાતે રહો’ અને ‘ફગલી’ જેવી ઓછા બજેટની ફિલ્મો માટે ગીતો પણ બનાવ્યા.SS1MS