સીટીસિવિલ અને સેશનકોર્ટ તથા સ્મોલકોઝ કોર્ટમાં વકીલાત કરતા સિનિયર વકીલોનું સન્માન!

અનેક વકીલ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા!
અમેરિકાના માનવ અધિકાર ચળવળના પ્રણેતા માર્ટીન લ્યુથર કિંગે સરસ કહ્યું છે કે ‘જીવનનો સૌથી મહત્વનો અને ટોચનો પ્રશ્ન એ છે કે તમે બીજા ને માટે શું કરો છો’! અમદાવાદ બાર અને સ્મોલકોઝકોર્ટ બારના ઉપક્રમે પરંપરાગત રીતે વકીલાત ના ૫૦ વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા કર્મશીલ અને સિદ્ધાંતનીષ્ઠ વકીલોનું સન્માન કરતો એક સુંદર અને પ્રેરણાદાયી કાર્યક્રમ ગુજરાત ક્લબના પટાંગણમાં યોજાઈ ગયો!
જેમાં ૧૫ જેટલા વરિષ્ઠ ધારાશાસ્ત્રઓ નું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં એડવોકેટ બીજે ગોહિલ એડવોકેટ શ્રી ચુડકર, એડવોકેટ શ્રી કમલેશભાઈ મદન, એડવોકેટ શ્રી જહીરઉદ્દીન શેખ, શ્રી જગદિશભાઈ શાહ,શ્રી અરવિંદભાઇ રૂવાલા, પ્રફુલભાઇ પટેલ, શ્રી હરીશચંદ્ર પરમાર, શ્રી બી એમ ગુપ્તા, શ્રી રાજેશભાઈ જોશી સહીત અનેક સિનિયર એડવોકેટશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે અમદાવાદ સીટી સિવિલના જાણીતા એડવોકેટ અને ગુજરાત બાર કાઉન્સિલના સભ્ય શ્રી વિનોદચંદ્ર દીક્ષિત, ગુજરાત બાર કાઉન્સિલના સભ્ય શ્રી પરેશભાઈ જાની, ગુજરાત બાર કાઉન્સિલ ના સભ્ય શ્રી પરેશભાઈ વાઘેલા, ગુજરાત બાર કાઉન્સિલ ના સભ્ય શ્રી ભરતભાઈ ભગત, ગુજરાત બાર કાઉન્સિલ ના સભ્ય શ્રી ગુલાબખાન પઠાણ ગુજરાત બાર કાઉન્સિલના સભ્ય શ્રી અનિલભાઈ કેલા મુખ્ય સરકારી વકીલ શ્રી સુધીરભાઈ ભ્રમ્હભટ્ટ સિનિયર એડવોકેટ શ્રી અશ્વિનભાઈ પટેલ એડવોકેટ શ્રી હસમુખભાઇ ચાવડા સહીન અનેક વકીલ અગ્રણીઓ ઉપસ્થિત થયા હતા
તસવીરમાં વરિષ્ઠ એડવોકેટ શ્રી બી.એમ. ગુપ્તા નું સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ બેલાબેન ત્રિવેદી સન્માન કરતા દ્રશ્યમાન થાય છે, બીજી તસવીરમાં એડવોકેટ શ્રી રાજેશભાઈ જોશીનું ગુજરાત હાઇકોર્ટ નો ચીફ જસ્ટિસ સુનિતાબેન અગ્રવાલ સન્માન કરતા દ્રશ્યમાન થાય છે અડવોકટ શ્રી બી.એમ.ગુપ્તા સહિત તમામ વકીલો જેમણે વકીલાત ના ૫૦ વર્ષ પૂર્ણ કર્યા છે તેમને અડવોકટ અને નોટરી તેમજ સનાતન ધર્મ સંરક્ષક સમિતિ લીગલ કમિટી ના સભ્ય ઓમપ્રકાશ સાંખલાએ સર્વે ને અભિનંદન પાઠવ્યા છે
(તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)