Western Times News

Gujarati News

બદ્રીનાથ નજીક ભયાનક હિમસ્ખલન ૫૭ કામદારો દટાયા, ૩૨ને બચાવાયા

નવી દિલ્હી, ઉત્તર ભારતના કેટલાંક વિસ્તારોમાં ભારે બરફવર્ષા અને વરસાદ વચ્ચે ઉત્તરાખંડમાં થયેલા ભયાનક હિમસ્ખલનમાં ૫૭ રોડ કામદારો જીવતા દટાયાં હતાં.

તેમાંથી ૩૨ કામદારોને બચાવી લેવામાં આવ્યાં હતાં. બીજી તરફ જમ્મુમાં બે વ્યક્તિના મોત થયાં હતાં. હિમાચલપ્રદેશના ઊંચા વિસ્તારોમાં વધુ એક હિમપ્રપાતનો ખતરો તોળાઈ રહ્યો હતો.

શુક્રવારે ત્રીજા દિવસે જમ્મુ અને હિમાચલમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે રસ્તાઓ બ્લોક થઈ ગયા અને અને કેટલાંક જિલ્લામાં સ્કૂલો બંધ કરાઈ હતી. વરસાદને કારણે પંજાબ અને હરિયાણાના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો ગબડ્યો હતો.

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના ઉચ્ચ સરહદી ગામ માના નજીક હિમસ્ખલમાં બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (મ્ઇર્ં)ના ૨૫ કામદારો ફસાયાં હતાં. બરફના આ તોફાનમાં શરૂઆતમાં ૫૭ લોકો દટાયા હતાં અને ૩૨ને બચાવી લેવામાં આવ્યા હતાં. હિમપ્રપાતથી માના અને બદ્રીનાથ વચ્ચેનો બીઆરઓ કેમ્પ દટાઈ ગયો હતો.

બદ્રીનાથથી ત્રણ કિલોમીટર દૂર આવેલું માના ભારત-તિબેટ સરહદ પર ૩,૨૦૦ મીટરની ઉંચાઈ પર આવેલું છેલ્લું ગામ છે. સતત હિમવર્ષા અને વરસાદ વચ્ચે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો ઘટનાસ્થળે રવાના થઈ હતી.જમ્મુમાં ઉધમપુર જિલ્લાના મૌંગરી નજીક એક ટેકરી પરથી પથ્થર નીચે પડતા ટુ-વ્હીલરમાં સવાર એક મહિલા અને તેના પુત્રનું મોત થયું હતું.

શુક્રવારે વહેલી સવારે કઠુઆ જિલ્લાના રાજબાગ વિસ્તારમાં ઉઝ નદીમાંથી પોલીસ અને જીડ્ઢઇહ્લની સંયુક્ત ટીમ ૧૧ મજૂરોને બચાવી લીધા હતાં. તેઓ બાંધકામ સ્થળની બાજુમાં આવેલા શેડમાં રહેતા હતાં અને જળસ્તરમાં વધારાને કારણે તેમનો જીવ જોખમમાં હતો.રામસૂ અને કાઝીગુંડ વચ્ચે બરફના સ્તર જામી જતાં વ્યૂહાત્મક ૨૭૦ કિમી લાંબો જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ ગુરુવાર સાંજ ૭ વાગ્યાથી બંધ કરાયો હતો. કાશ્મીરમાં રાત્રે ભારે બરફવર્ષાને કારણે રેલ, હવાઈ અને માર્ગ વ્યવહાર પ્રભાવિત થયો હતો.

ગુલમર્ગ, સોનમર્ગ અને પહેલગામ સહિતના સ્થળો પર મધ્યમથી ભારે બરફવર્ષા થઈ હતી. શ્રીનગરમાં હળવી બરફવર્ષા થઈ હતી. હિમાચલપ્રદેશમાં ભારે બરફવર્ષા અને વરસાદને કારણે શુક્રવારે ભૂસ્ખલન થયું હતું અને ૫૮૩ રસ્તાઓ તથા પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગાે બ્લોક થયા હતા અને તેનાથી ઘણા વિસ્તારોમાં સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું.

કુલ્લુ, લાહૌલ અને સ્પીતિ, કિન્નૌર, ચંબા અને શિમલા જિલ્લાના કેટલાક વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો હતો. આદિવાસી વિસ્તારો અને રાજ્યના અન્ય ૨,૩૦૦ મીટરથી વધુની ઊંચાઈએ આવેલા વિસ્તારોમાં હિમપ્રપાતની ચેતવણી જારી કરાઈ હતી. ચંબા અને મનાલીમાં કોલેજો સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરાઈ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.